બુધવાર, 28 જાન્યુઆરી, 2026

ઐતિહાસિક સંમેલન - ક્ષત્રિય ઠાકોર સમાજ

રામ કથા મેદાન, ગાંધીનગરની ધરા એ દિવસે માત્ર ધરા નહોતી, તે ક્ષત્રિય ઠાકોર સમાજના આત્મગૌરવ, એકતા અને અડગ સંકલ્પની સાક્ષી બની હતી. તા. ૨૭-૦૧-૨૦૨૬ના વહેલી સવારે ૩-૦૦ વાગ્યાથી જ જાણે ઇતિહાસ જાગ્યો હતો. અંધકાર વચ્ચે હજારો દીવાઓ સમા સમાજના લાખો યુવાનો, વડીલો અને માતા-બહેનો સમાજના અભ્યુદય માટે એકસાથે આગળ વધ્યા. આ દૃશ્ય માત્ર જોવાનું નહોતું, પરંતુ અનુભવવાનું હતું—હૃદયને સ્પર્શી જાય એવું.

સમય જાણે થંભી ગયો હતો. દરેક ચહેરા પર ગૌરવ, આંખોમાં આશા અને મનમાં એકજ સંકલ્પ—સમાજને એક નવી ઊંચાઈએ લઈ જવાનો. રાજકારણથી ઉપર ઊઠીને, સ્વાર્થથી પર જઈને, સમાજ માટે એક થવાની જે ભાવના એ દિવસે દેખાઈ, તે શબ્દોમાં વર્ણવી શકાય તેવી નથી. ધારાસભ્યો, મંત્રીઓ, વર્તમાન તથા પૂર્વ સાંસદો જ્યારે સમાજની જનતાની સાથે સમાન પંક્તિમાં ઉભા રહ્યા, ત્યારે લોકશાહીની સાચી આત્મા જીવંત થઈ ગઈ.

યુવાનોની હાજરી એ દિવસની સૌથી મોટી શક્તિ હતી. તેમની આંખોમાં ભવિષ્યના સ્વપ્નો હતા અને છાતીમાં સમાજ માટે કંઈક કરી બતાવવાનો જુસ્સો ધબકતો હતો. વડીલોની આંખોમાં અનુભવ અને આશીર્વાદ હતા, તો માતા-બહેનોની હાજરીએ સમાજના સંસ્કાર, સંવેદના અને સંકલ્પને વધુ મજબૂત બનાવ્યા. આ માત્ર ભીડ નહોતી—આ તો જીવંત સમાજ હતો.

આ ઐતિહાસિક ક્ષણે ગાંધીનગર દક્ષિણના માનનીય ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર દ્વારા સમાજના ભવિષ્યની પાયારચના થઈ. શિક્ષણના દીપને પ્રજ્વલિત કરતું “સરસ્વતી ભવન”નું શિલાન્યાસ જ્યારે સમાજના નાના દીકરા-દીકરાઓના પવિત્ર હાથે થયું, ત્યારે અનેક આંખોમાં આનંદના અશ્રુ છલકાઈ ગયા. આ દૃશ્ય જાણે કહેતું હતું—“આવતીકાલ હવે સુરક્ષિત હાથોમાં છે.”

એ ક્ષણ માત્ર શિલાન્યાસની નહોતી, પરંતુ આશાની હતી. પેઢી દર પેઢી સંઘર્ષ કરનાર સમાજ આજે શિક્ષણને પોતાની સૌથી મોટી પૂંજી માનીને આગળ વધી રહ્યો છે—આ વાતે દરેક હૃદય ગૌરવથી ભરાઈ ગયું. સરસ્વતી ભવન માત્ર ઈંટ-પથ્થરનું બાંધકામ નહીં, પરંતુ સમાજના સપનાઓનું મંદિર બનશે—એવો અડગ વિશ્વાસ એ દિવસે જન્મ્યો.

“અભ્યુદય” કાર્યક્રમે સમાજને અરીસો બતાવ્યો—કે આપણે એક થઈએ તો અશક્ય કંઈ નથી. એકતા, શિસ્ત અને સંઘઠનની શક્તિએ સાબિત કરી દીધું કે ક્ષત્રિય ઠાકોર સમાજ હવે માત્ર ઇતિહાસમાં જીવતો નથી, પરંતુ ભવિષ્ય ઘડવા તૈયાર છે. આ સંમેલને આત્મવિશ્વાસની નવી ચેતના જગાવી, અને દરેક વ્યક્તિના હૃદયમાં જવાબદારીનું બીજ વાવી ગયું.

અંતે, રામ કથા મેદાન પર ઉજવાયેલો આ દિવસ માત્ર કેલેન્ડરની તારીખ નહોતો—તે એક સંવેદના હતી, એક સંકલ્પ હતો, એક ગૌરવસભર ઇતિહાસ હતો. સુવર્ણાક્ષરે લખાય એવો આ દિવસ ક્ષત્રિય ઠાકોર સમાજના હૃદયમાં સદાય જીવંત રહેશે, અને આવનારી પેઢીઓને કહેશે—“જ્યારે સમાજ જાગે, ત્યારે ઇતિહાસ જન્મે.”

 લેખક - ભવાનસિંહ ઠાકુર (રભાતર પરમાર), તા. ૨૭-૦૧-૨૦૨૬

રવિવાર, 18 જાન્યુઆરી, 2026

દેસાઈ અટક નો ઈતિહાસ

દેસાઈ અટક નો ઈતિહાસ જય માતાજી તમામ સમાજ બંધુઓ ને. મિત્રો, ક્ષત્રિય સમાજની વિવિધ અટકો,પેટા અટકો અને પોતાના બાપદાદાના નામ ઉપરથી અટકો, પોતાના મૂળ ગામ ઉપરથી પડેલી અટકો,તેમજ મુસ્લિમ અને અંગ્રેજ શાસન સમયમાં એ સમયના સત્તાધીશોએ આપેલી પદવીઓ, માન અને મોભાઓ ઉપરથી પડેલી અટકો અંગે અવાર નવાર આપણે સૌ ચર્ચાઓ કરીએ છીએ.આવી અટકો, સમસ્ત ક્ષત્રિય સમાજ તેમજ આ સિવાય અન્ય સમાજોમાં પણ આવી અટકો કે પદવી યા મોભાવાચક અટકો એટલે કે સરનેમ હાલમાં ઘણા પ્રમાણમાં જોવા મળે છે. ઠાકોર,રજપૂત,દરબાર તેમજ અન્ય સમાજોમાં પણ પોતાના બાપદાદાના ના નામ ઉપરથી, પોતાના મૂળ ગામ ઉપરથી પણ અટકો જોવા મળે છે. દા. ત. મારી પોતાની જ વાત કરું તો અમારા પરમાર વંશની એક શાખા અમારા પૂર્વજ યા પરદાદા કે જેઓનું નામ રાભાજી પરમાર યા રભાભા હતું. જેઓના નામ ઉપરથી આજે પણ અમારી શાખના પરમારો રભાતર પરમાર તરીકે ઓળખાય છે. આ શાખના પરમારો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ પાટણ અને મહેસાણા જિલ્લામાં વસે છે. એજ રીતે કોઈ ડેર ગામના મૂળ વતની હોય તો ડેરિયા ઠાકોર કે ડેરિયા દરબાર તરીકે ઓળખાય છે. આવી જ રીતે મૂળ ચુવાળ પંથકમાંથી ગયેલા અને સૌરાષ્ટ્ર કે સુરેન્દ્રનગર બાજુ ગયેલા ઘણા સમાજો પોતાના મૂળ ગામની અટકો ધારણ કરે છે. દા. ત. દેત્રોજ ગામેથી સૌરાષ્ટ્ર બાજુ ગયેલા સમાજો પોતાની અટક દેત્રોજા ધારણ કરી છે. ઉપરાંત વર્ષો પહેલા પાટણ વિસ્તાર બાજુથી સ્થળાંતર કરીને મધ્ય ગુજરાત બાજુ વસવાટ કરતા ક્ષત્રિયો કે રજપુત ઠાકોર સમાજ ક્યાંય પાટણવાળા કે બારીયા તરીકે પોતાની અટક ધારણ કરી છે. આવી જ રીતે વાંસદીયા, વદોડીયા વિગેરે ગામ અટકો પણ જોવા મળે છે. આવી જ રીતે ક્ષત્રિય રજપૂત સમાજમાં "દેસાઈ" અટક પણ જોવા મળે છે. આ અટક વિશે આપણે વિગતવાર જોઈએ તો દેસાઈ અટક વાળા ક્ષત્રિય રજપૂત સમાજના જે જે પરિવારો દેસાઈ અટક ધારણ કરી છે એવા પરિવારો મુખ્યતઃ દક્ષિણ ગુજરાત બાજુના વિસ્તારમાં જોવા મળે છે. દેસાઈ અટક નો ઈતિહાસ દેસાઈ અટક એ માનદ રજવાડી અને આંતર રાષ્ટ્રીય અટક છે, દેસાઈ એટલે દેશના રક્ષણ માટે અને મહેસુલ વસુલ કરવાના બદલા તરીકે રાજ્યતરફથી જમીન ભોગવનાર માણસ. જમીનદાર કે જાગીરદાર પણ કહી શકાય દેશ અને પરગણાની જમીનની પેદાશ ખાઈને રાજ્યમાં આવતા લુટારા અને ફીતુરીઓથી વતનદાર અને રાજ્યની કરેલી સેવા બદલ મળેલી ઇનામી જમીનનો માલિક એટલે દેસાઈ. મોગલ સમયમાં અકબરના શાશનકાળ દરમ્યાન તોડરમલ મહેસુલી અમલદાર તરીકે નિમાતા તેમણે જમીનની માપણી, જમીનનું વર્ગીકરણ, સરકારનો અને મહેસુલી અધિકારીઓની નિમણુક કરી રજાઓ અને પ્રજાઓ વચ્ચે સમાધાનો થયા અને સ્થાનિક માણસોને મહેસુલ ઉઘરાવવાની જવાબદારી સોપવામાં આવી હતી. બ્રિટીશકાળમાં પણ આ પ્રથા ચાલુ રહી પણ બ્રિટીશરો જેમની પાસે વધારે જમીન હોય, પ્રભાવશાળી હોય, શારીરિક, માનસિક અને આર્થિક રીતે મજબુત હોય અને ઉચ્ચ જ્ઞાતિના હોય તેને આ જવાબદારી સોપતા અને તેને દેસાઈની “ પદવી ” આપતા. આ દેસાઈ પ્રજા પાસેથી મહેસુલ ઉઘરાવીને સરકારને જમા કરાવતા અને પ્રજા વચ્ચે કડીરૂપ હતા. એટલે એવું કહી શકાય કે દેસાઈ અટક એ બ્રિટીશરો એ આપેલી ધંધાકીય અટક છે. દેસાઈ ગીરી દેસાઈનો ધંધો કે દેસાઈનું પદ અને સમાજમાં રહેલી પ્રતિષ્ટિત અને પ્રભાવશાળી વ્યક્તિને મળતું આ દેસાઈ ગીરી કરનારને દેસાઈ વટુ પણ આપવામાં આવતું એટલે કે દેસાઈગીરીની રુએ સરકારમાંથી આપવામાં આવતું લવાજમ, આપણા વડવાઓને અંગ્રજો દ્વારા આપવામાં આવેલો એક ઇકબાલ એટલે દેસાઈ દેસાઈ અટક હાલમાં કણબી, બ્રામણ, દરબાર, નાગર, અને વાણિયામાં જોવા મળે છે. તેમજ રબારી અને ભરવાડમાં પણ માનવાચક તરીકે આ શબ્દ વપરાય છે. સમયાંતરે અમુક કારણોસર આ દેસાઈઓ એ સ્થળાંતર કર્યું જેમાં હાલ ગુજરાત, મહારાષ્ટ્ર, અને દેશના અમુક રાજ્યોમાં અને વિશ્વના કેટલાક દેશોમાં પણ દેસાઈ અટક જોવા મળે છે.

ગુજરાતની ક્ષત્રિયા જાતિઓ

Bhavansinh Thakur સમાજ મારો છે અને હું સમાજ માટે છુ. મારે સમ્માન નથી જોઈતું, મારે તો મારા સમાજને સમ્માન અપાવવું છે. ક્ષત્રિય જાતિઓ અને વસવાટ ગુજરાતની ક્ષત્રિયા જાતિઓ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અનામત આંદોલનો અને વિવિધ જ્ઞાતિઓના સમીકરણો અને કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ૯૦ના દાયકામાં ખામ થીયરીથી ગુજરાતના રાજકારણમાં અણધાર્યો વળાંક આવ્યો હતો, એમ કહિયે તો ખોટું નથી. ગુજરાતમાં વર્ષોથી અનામતનું પોટલું એ અભરાઇયે ધુળ ખાતું હતુ, એનો અમલ કરવા બક્ષીપંચની રચના કરીને મુળ ૮૨ જેટલી જાતિઓને સમાવેશ કરી અમલ કરવામાં આવ્યો. રમખાણો થયાં, અનામત વિરોધી આંદોલનો કરવામાં સામેલ કેટલાય યુવાનો પોલીસની ગોળીઓથી વિંધાઈ ગયા. પરંતુ છેવટે ગુજરાતમાં મુખ્યમંત્રી પદે થી એ વખતના મુખ્યમંત્રી એવા માધવસિંહ સોલંકીયે રાજીનામું આપવું પડ્યું હતું. છેવટે ચિમનભાઇ પટેલનો પક્ષ અને ભાજપએ બન્નેએ ભેગા મળીને સરકારી બસોમાં ગુજરાતના દરેક પ્રાંતોમાંથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના લોકોને બોલાવીને ગાંધીનગરમાં સેકટર્-1 ના હેલીપેડ મેદાનમાં બક્ષીપંચના ૨૭% અનમાતની વિધિવત જાહેરાત કરી. માધવસિંહ સોલંકી પાસે એમની સરકારમાં વિધનસભામાં ક્ષત્રિયા ધારાસભ્યોની બહુમતી હોવા છતાં રાજીનામું આપી દેવું પડ્યું હતુ. પરંતું હાલમાં પટેલ સમાજ દ્વારા અનામત બાબતે જલદ કાર્યક્રમો કરવામાં આવ્યા, પોલીસ દ્વારા પટેલ સમાજના લોકો અને સાથે સાથે સ્ત્રીઓ ઉપર દમન કર્યાના અહેવાલો હોવા છતાં અને આંદોલનના મુખ્ય સેનાપતિ સાથે હજારો પટેલ લોકોને જેલમાં ધકેલી દિધા હોવા છતાં અને મુખ્યમંત્રી પોતે પટેલ જ્ઞાતિના હોવા છતાં પણ આજે તેમના પદ ઉપર વટભેર ઉભા છે. આ કામ સહેલું તો ન હતું. ખેર આનંદીબેન પટેલ ને અભિનંદન આપવા ઘટે. ઇતહાસમાં આ ઘટના હમેશાં યાદગાર બની રહશે. મુળ મુદ્દાની ચર્ચા કરીયે તો, જે તે સમયે ઓબીસીમાં ફકત ૮૨ જેટલી જેટલા જાતિ સમુહોને સમાવીને એ જાતિ સમુહોને ભારત સરકારની અને ગુજરાત સરકારની વિવિધ સરકારી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં લાભો આપવાનું ઠરાવવામાં આવેલું. પરંતુ એના પછી સરકારે પાછલા બારણેથી બીજી એટલીજ જાતિઓ કે જાતિ સમુહોને બક્ષીપંચ કે ઓબીસીમાં સમાવેશ કરી દિધો. આમ થવાથી મુળ ઓબીસીની જે જાતિઓને લાભો આપવાનો જે ઉદ્દેશ્ય હતો, એ ખુણામાં ધકેલાઈ ગયો. ગુજરાતમાં ક્ષત્રિયાની પરિભષામાં આવતા રાજપૂતો, ગરાસિયા રાજપુતો, કારડિયા રાજપુતો, પાલવી ઠાકોર-દરબારો-રજપુતો અને કોળી ઠાકોર, વિગેરેમાંથી ફક્ત રાજપૂતો- ગરાસિયા રાજપૂતો સિવાય બાકીના ને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત ગણીને અનામતનો લાભ આપવમાં આવ્યો છે. આ લાભો મળવા છતાં આજે પણ આજ સુધી પણ અનામતના હોઠા હેઠળ આરક્ષિત અને રક્ષિત થયેલી જાતિઓને આઝાદીના વર્ષો પછી પણ જોઇયે એટલો લાભ મળ્યો નથી. બક્ષીપંચમાં સમાવિષ્ઠ જાતિઓ પૈકી જે જાતિઓની જન સખ્યા સૌથી ઓછા પ્રમાણમાં હોવા છતાં એ એ જાતિઓ સૌથી વધારે લાભ મેળવવામાં આજે પણ અગ્રેસર છે. જ્યારે જે જે જાતિઓની જન સંખ્યા સૌથી વધું પરમાણમાં હોવા છ્તાં આજે પણ આ જ્ઞાતિઓ જ્યાંના ત્યાં જ છે. ખરેખર તો સરકારે બક્ષીપંચમાં આવતી જાતિઓ પૈકી જે જાતિઓનું સંખ્યાબળ સૌથી વધારે હોય, એની ટકાવારી મુજબ જે તે જાતિને લાભો આપવાનું નક્કી કરવું જોઇયે. જેથી દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જાય, કોને એટલો લાભ મળ્યો છે. ક્ષત્રિયા સમુહોમાં આવતી જ્ઞાતિઓમાં ગરાસિયા રાજપૂતો, કારડિયા રાજપૂતો, નાડોદા-ભાથી રાજપૂતો, ઉત્તર અને મધ્ય ગુજરાતના પાલવી ઠાકોર, પાલવી દબારો-રાજપૂતો, ઠાકોર-કોળી ઠાકોર વિગેરે. બધા આમ જોવા જઈયે તો એક જ સીડીના પગથીયાં સમાન છે. પરંતું આ સીડીનું સૌથી ઉપરનું પગથીયું સૌથી નીચેના પગથીયાને માનવા તૈયાર નથી. બાકી સૌથી નીચેના પગથીયા સિવાય સીડીનું અસ્તિત્વવ જ ના હોઇ શકે. રાજપૂતો પોતે રાજઘરાના કે રાજકુળ સાથે સંકળાયેલા હોવાથી પોતાને સૌથી ઉંચા ગણે એ ખોટું નથી. પરંતુ એમના સિવાય ક્ષત્રિયોની અન્ય જાતિઓનો બક્ષીપંચમાં કે ઓબીસીમાં સમાવેશ થયો એટલે એ કાઈં ક્ષત્રિયા મટી નથી જવાના. પરંતુ આજે જ્યારે આપણે અખંડ રાજપૂતાના કે રાજા રજવાડાં પાછાં મેળવવાની વાત કરતાં હોઇયે ત્યારે આંતરીક મતભેદો ભુલીને એક થવુ જરુરી છે. એ પણ ભુલવું ના જોઇયે કે ક્ષાત્રત્વ સિવાય રજપૂતાના શક્ય નથી. અખંડ રાજપૂતાના ના સમયે આપણામાં આટલા બધા ઉંચ નીચના કે વાડાઓના ભેદભાવો ન હતા. પરંતુ વિદેશીઓ ના આક્રમણ આ પરીસ્થિતિ વધું વણશી એ તો આપણે બધા જાણિયે છીયે. આપણા જ રાજાઓ અને શાસકોના રાજ્યસતાઓ વિસ્તરીત કરવાના સ્વાર્થના કારણે ક્ષત્રિયા-રાજપૂત રાજાઓ-સામંતો-સરદારો-ઠાકોરો-તાલુકદારો-ગિરાસદારો એક બીજા સામે વર્ષો સુધી લડતા રહ્યા. ત્યાં સુધી કે રાજ્ય સત્તાઓ માટે સગા ભાઇયો પણ એક બીજાના લોહી પીપાસા બન્યા હોવા ના ઐતિહસિક દાખલાઓ છે. વસ્તુત: આ પરીસ્થિતિનો લાભ બિન ક્ષત્રિય સમાજો એ લીધો અને પરીણામ સ્વરુપ ક્ષત્રિયા એકતા નાશ પામી. આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં એક સામન્ય બ્રાહમણે અખંડ ભારત માટે ક્ષત્રિયોની એકતા માટે એની આખી જિંદગીનો ભોગ આપ્યો હતો. એવા વિષ્ણુગુપ્ત ચાણક્યએ એક સામન્ય ક્ષત્રિયપુત્ર ને પોતાના ક્ષાત્રત્વના ગુણોનો પાઠ ભણાવીને અખંડ ભારતાનો સમ્રાટ બનાવ્યો હતો. આપણામાં પણ ક્ષાત્રત્વના ગુણોનો અખુટિત ભંડાર હોવા છતાં પણ આપણે ક્ષાત્રત્વ રુપી આ ભંડારોને પ્રજા સમક્ષ લાવી શક્યા નથી. કારણ કે આજે આ વિશાળ ક્ષત્રિયા સમાજમાં એકતાનો અભાવ છે. કોઇ પોતાને સૌથી ઉંચા કહેવરાવે છે તો કોઇ અન્યને નીચા કહીને અપમાનીત કરતા રહ્યા છીયે. પરીણામ સ્વરુપ ક્ષત્રિયા શબ્દનું વિભાજન વધુને વધુ થતું રહ્યુ. રજપુતો, ઠાકોરો ને નીચા ગણે છે અને ઠાકોરો, કો\ળીઓને. અને એમાંય ખાસ કરીને ચૌવાળીયા કોળીઓની તો બિચારા જાતિવાદનો સૌથી વધારે ભોગ બન્યા છે. આ લોકોએ પોતાનું કોળીપણું સ્વિકારી લીધું છે. વર્ષો પહેલાં વિધર્મી મુસલમાન સુલતનના દબાણ કે બળજબરીના કારણે જે ઠાકોરો એ પોતાને કોળી જાતિ તરીકે સ્વિકારી લીધી એવો આ સમાજ પણ ફરીથી ઠાકોર જાતિમાં સમાવવા માટે પ્રયત્નો કરી રહ્યો છે. એવી રીતે ભુતકાળમાં રાજપુતોમાથી મુસલમાન બની ગયેલા મોલેસલામ ગરાસીયાની ની સ્થિતિ પણ નહી ઘરના નહી ઘાટના એવી થવા પામી છે. મન મોટું રાખીને ચુવાળીયા કોળી અને મોલેસલામ રજપુતોને ક્ષત્રિયા સમાજના જે તે સમુહોએ આવકરીને પોત પોતાની જાતિઓમાં સમાવેશ કરવાનો સમય પાકી ગયો છે. પરિસ્થિતિવશ મધ્યકાળ( મધ્યયુગ) માં ક્ષત્રિયોના કેટલાય વંશો એક યા બીજા કારણોસર રાજપૂતોથી અલગ થઈ ગયેલા જોવા મળે છે. ભીષણ આક્રમણો અને યુદ્ધમાં લિપ્ત રહેવાના કારણે ક્ષત્રિયો ને દેશ, ધર્મ, સંસકૃતિ તથા પોતાના જીવનનું રક્ષણ કરવાનું કઠણ થઈ ગયું. એને પુર્વવત સ્થિતિમાં લાવવાની સમસ્યા ઉત્તપન્ન થઈ. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયુ હતું. દેશ,ધર્મ અને સંસ્કૃતિ ને યથાવત કરવાનું શક્ય ન હતું. તથા દેશ, ધર્મ, સંસ્કૃતિ, ક્ષત્રિય વંશાવલી અને ગોત્ર પરંપરા ખુબજ ભૂલ ભૂલામણીમાં પડી ગયાં. આવા સમયે જે રાજપૂતો વિભાજીતે થયા તેમા ઉત્તર ગુજરાતના ઠાકોરો, મધ્ય ગુજરાતના બારૈયા તેમજ પાટણવાડીયા અને ધારાળા, ખાંટ અને પગી હતા . આ ક્ષત્રિય જાતિઓ સંજોગોવસાત રાજપૂતોથી અલગ થયા હોવા છતાં પોતાની અસલ રાજપૂત અટકો તેમજ શાખો જાળવી રાખી છે. તેઓ પોતાને રાજપૂત તરીકે ઓળખવાને બદલે ક્ષત્રિય તરીકે ઓળખાવે છે. કેટલાક હવે રજપૂત કે રાજપૂત તરીકે પણ પોતાને હવે ઓળખાવે છે. એ સમયમાં સમાજમાં આથી તેમના દરજ્જા શુદ્ધ ક્ષત્રિયોથી ઊતરતા ગણાવા લાગ્યા. આના કારણે અનેક ઊંચા નીચા દરજ્જામાં આ શૂરવીરોના વંશજો ઉપર મુજબના પેટા વર્ગોમાં વિભાજિત થતા રહ્યા તેમ છતાં તેમની લડાયક ખુમારી આજ દીન સુધી જળવાતી રહી. પરાધિનતા આ કોમોને ખપતી નથી. જે તે વખતે તેનો પ્રતિકાર કારવા આ લડાયક તેમજ શૂરવીર પ્રજા બહારવટે પણ ચઢતી હતી. પહેલાં મોઘલો એ ક્ષત્રિયોની એકતાના અભાવનો લાભ લઈને અખંડ ભારતના કેટલાય રાજ્યોને હતા ન હતા કરી નાખ્યા. કેટલાય ક્ષત્રિયોને બળજબરીથી ધર્મ પરીવર્તન કરાવી ક્ષાત્રત્વની તાકત ને તોડી નાખી. ઇતિહાસોના પાનાં બદલાવી નાખ્યાં. એજ પરિસ્થિતિ અંગ્રેજો સુધી ચાલુ રહી. અને છેલ્લે આવેલી લોકશાહી સરકારોયે પણ ક્ષત્રિયોને વિભાજિત કરવાની પ્રવૃત્તીઓ ચાલુ જ રાખી. કોઇને બક્ષીપંચમાં સમાવેશ કરીને કે સામાજિક અને શૈક્ષણિક તેમજ આર્થિક પછાત ગણીને અને કોઇને જનરલ કેટેગરીમાં ગણીને ક્ષત્રિયોનું વિભાજન કરી નાખ્યું. કેટલાક સામ્યવાદી વિચારો ધરવતા સમાજશાસ્ત્રીઓએ અને ઇતિહાસકારોએ રાજપૂતોને વિદેશના કે બહારના વતની ગણીને ક્ષત્રિયોને તોડવાના પ્રયત્નો ચાલું રાખ્યા. દલીલો કરીકે પુરાણો કે અન્ય પ્રાચિન ગ્રંથોમાં કોઇ જગ્યાયે રાજપૂત તરીકે ઉલ્લેખ થયો નથી. હા એ પણ જાણી લેવું જરુરી છે કે પુરાણો અને પ્રાચિન લેખોમાં માત્ર ને માત્ર ક્ષત્રિય શબ્દનો જ ઉલ્લેખ થયેલો જોવા મળે છે. પરંતું રાજપૂત શબ્દનો ઉપયોગ છેક નવમી સદીમાં અસ્તિત્વમાં આવ્યો એ પણ સત્ય હકીકત છે. એ શબ્દ પણ ક્ષત્રિયોના વિભાજનના પરીણામ સ્વરુપ છે. “ ક્ષત્રિયા રાજવંશ ઇતિહાસ” ના લેખક શ્રી રઘુવિરસિંહ શેખાવતા લિખિત પુસ્તકનો આધાર લઈયે તો નવમી સદીમાં રાજઘરાના કે રાજકુળોએ સાથે મળીને ૩૬ કુળનો જે ગોળ બનાવ્યો, એ ૩૬ કુળના રાજ્વીઓના પુત્રો કે જે રાજપૂત્રો કહેવાતા એ રાજપૂત્રોનું અપભ્રંશ “ રાજપૂત્ર” થયું અને લોક ભાષમાં રાજપુત થયું. અને સૌરાષ્ટ્રની રસધારાના મહાન લેખક સ્વ.મેઘાણીના કહેવા મુજબ “ રજપુત થયુ.” નવમી સદીના ક્ષત્રિયોના આ વિભાજન ને પરીણામે, ક્ષત્રિઓમાં જે એકતા હતી એ એકતામાં ઓટ આવી. અને આ એકતા તોડનારા પણ વિદેશીઓ જ હતા. ક્ષત્રિયોમાંથી રાજપૂત અલગ શબ્દનું સર્જન કરનારા વિદેશી આક્રમણકારીઓ જ હતા. અને આ પ્રવૃત્તીને એ પછીના તમામ રાજા મહારાજો અને સામંતો એ પણ ચાલું રાખી. પરંતું એમાં મહારાણા પ્રતાપજી અને છત્રપતી શિવાજી મહારાજ જેવા ક્ષત્રિયા-રાજપૂત રાજવીઓ એમાંથી બાકાત રહ્યા હતા. અને એજ કારણે આ બન્ને રાજવીઓ વર્ષો પછી પણ ક્ષત્રિયા-રાજપૂત્-લડાયક કોમોના હ્રદયમાં આજે પણ આદર્શ પુરુષો મુર્તિમાન સ્વરુપ જીવંત છે. મહાન છત્રપતિ શિવાજી મહારાજને પણ એ સમયના બ્રાહમણો ક્ષત્રિયા- રાજપૂત માનવા તૈયાર ન હતા. એ જ રીતે મહારાણા પ્રતાપજી એ પોતાના રાજ્ય ચિહ્નમાં રાજસ્થાનના ભીલોને સ્થાન આપી ને રાજસ્થાનના ઇતિહાસમાં એ ભીલોને કાયમ માટે પોતાના હ્રિદયમાં સ્થાન આપ્યુ. જુનાગઢના રા” વંશને જીવીત રાખનાર એક સમાન્ય માથે મેલુ ઉપાડનાર રાજપ્રેમી સ્ત્રી (હરીજન-ભંગી) અને આહીર-ચારણો હતા. સોમનાથ ભગવાનનના મંદીરને બચાવનાર હમીરસિંહ ગોહીલના સાથીદારોમાં વેગડ ભીલ જેવા ભીલ રાજાઓ પણ હતા. જેમાં ગોહીલ વંશનું નામ સદાય ઇતિહાસમાં અમર રાખનાર વીર હમીરજી ગોહીલની સાથે સાથે કેટાલય ભીલો અને રજ્પુતોએ પણ આહુતિ આપી છે. પુરાવા રૂપે આજે પણ ભગવાન સોમનાથના પ્રાંગણમાં હમીરજી ગોહીલની ગોદમાં વેગડ ભીલનું પણ નાનું એવુ પુતળું છે. પરંતુ સત્ય એ પણ છે કે, વેગડ ભીલની કુંવરીથી હમીરજી ગોહીલના જે વંશજો આજે પણ હયાત છે, એમને આજે પણ હડધુંત કરવામાં આવેલા છે. ઇતિહાસકારોએ તો મહાન સમ્રાટ ચન્દ્રગુપ્ત મૌર્ય અને એમના પૌત્ર અશોકને પણ રાજપૂત નથી ગણ્યા. આવી ભુલો આજે પણ થતી રહી છે. સામંતશાહીના હજારો વર્ષો સુધી જેમના પુર્વજોએ સતત સંગ્રામો ખેલ્યા છે, સંગ્રામોમાં જન્મ્યા છે, સંગ્રામોમાં જ જીવ્યા છે અને સંગ્રામોમાં જ વીરગતી પામ્યા છે, એવા મુળ ક્ષત્રિયોના વંશજો આજે કોઇક રાજપૂતો તો કોઇક ગરાસિયા રાજપૂતો તો કોઇક કારડીયા રાજપૂતો તો કોઇક મોલેસલામ દરબારો તો કોઇક પાલવી ઠાકોરો-પાલવી દરબારો-પાલવી રાજપૂતો તો કોઇક ઠાકોર, કોળી ઠાકોરો તરીકે અલગ અલગ ફાંટાઓમાં વિભાજીત થઈ ગયા છે. -: છત્રીસ રાજપૂત કૂલોમાંથી અલગ થયેલી વર્તમાન શાખાઓ : - ૧. અટલીયા ૨. અટોદરીયા ૩. અડાજણીયા ૪. અડીયલ ૫. આંબળા ૬. આંબળાવત ૭. ઉમટ ૮. કઠવાડીયા ૯. કારેલિયા ૧૦. કોસાડા ૧૧. કોસમિયા ૧૨. કોઠિયા ૧૩. કુંપાવત ૧૪. ખંગારોડી ૧૫. ખાચર ૧૬. ખેર ૧૭. ખેંગાર ૧૮. ગોથાણા ૧૯. ગોવિન્દાણી ૨૦. ગોહીલ ૨૧. ધરીયા ૨૨. છાસટીયા ૨૩. ચંપાવત ૨૪. ચન્દાવત ૨૫. ચાવડા ૨૬. ચૌહાણ ૨૭. ચુડાસમા ૨૮. જાદવ ૨૯. જાગીરદાર ૩૦. જાડેજા ૩૧. જેઠવા ૩૨. જેતાવત ૩૩. જોદ્ધા ૩૪. ઝાલા ૩૫. ઠાકોર ૩૬. ટાંક ૩૭. ડાભી ૩૮. ડોડીયા ૩૯. ડભોલિયા ૪૦. તરસાડીયા ૪૧. તવર ૪૨. તુંવર ૪૩. તુંવાર ૪૪. દરબાર ૪૫. પઢિયાર ૪૬. પઢેરિયા ૪૭. પુવર ૪૮. પરમાર ૪૯. પ્રાંકડા ૫૦. પિલુદરીયા ૫૧. બાકરોલા ૫૨. બોડાણા ૫૩. બિહોલા ૫૪. બારિયા ૫૫. બારડ ૫૬. ભાટી ૫૭. ભાટારા ૫૮. મંડોરા ૫૯. મકવાણા ૬૦. મસાણી ૬૧. મહીડા ૬૨. મહારાઉલ ૬૩. મહારાણા ૬૪. મહેચા ૬૫. માંગરોલા ૬૬. માટીએડા ૬૭. મિરોલિયા ૬૮. માતોજા ૬૯. મોરી ૭૦. મોટેડા ૭૧. રણા ૭૨. રાણા ૭૩. રાજ ૭૪. રાઠોડ ૭૫. રાઓલ ૭૬. રહેવર ૭૭. રાઉલજી ૭૮. રાયજાદા ૭૯. રાજપૂત ૮૦. લીમ્બોલા ૮૧. વણાર ૮૨. વશી ૮૩. વંશીયા ૮૪. વાંસદીયા ૮૫. વિરપુરા ૮૬. વાઘેલા ૮૭. વડોદરીયા ૮૮. વરણામિયા ૮૯. વણોલ ૯૦. વાળા ૯૧. વિહોલ ૯૨. સાણસિયા ૯૩. સોલંકી ૯૪. સિન્ધા ૯૫. સુરતિયા ૯૬. સિસોદીયા ૯૭. સગર ૯૮. સરવૈયા ૯૯. સોઢા ૧૦૦. સૂર્યવંશી ૧૦૧. શકતાવત ૧૦૨. શેખાવત ૧૦૩. હાડા ૧૦૪. ક્ષત્રિયા. ઉપર જણાવેલ કૂળોમાંથી કેટલાક અસલ રાજપૂત શાખાઓ લખાવે છે જ્યારે કેટલાક કૂળો પોતાના પૂર્વજોના કાર્યો તેમજ કામો અને ગામો તથા તેઓને વારસામાં મળેલ પદવીઓ કે ઉપાધીઓના નામોથી પોતાના શાખો કે અટકો ધરાવે છે અને એ રીતે પોતાને ઓળખાવે છે. ક્ષત્રિય ઠાકોર અને તેમનો ઇતિહાસ આપણે આગળ જોઇ ગયા તેમ સામંતવાદના હજારો વર્ષો સુધી જેના પૂર્વજોએ સતત સંગ્રામ જ નિહાળ્યા છે, સતત સંગ્રામ જ ખેડ્યા છે, જેઓ સતત સંગ્રામ દરમ્યાન જન્મ્યા છે અને જીવ્યા છે અને સંગ્રામ દરમ્યાન જ વિરગતિ પામ્યા છે તેવી ગુજરાતની આ અતિ લડાયક અને શૂરવીર પ્રજાના વંશજો આજે તો ક્યાંક ઠાકોર તો ક્યાંક ધારાળા તો ક્યાક બારીયા કે બારૈયા તો ક્યાંક ઠાકરડા તો ક્યાંક પાટણવાડીયા તો ક્યાંક કોળી, કોળી દરબાર, ભીલવા દરબાર, ચુવાળીયા, તળપદા, રાજપૂત દરબાર, મોલેસલામ દરબાર કે રાજપૂત, જાગીરદાર કે ગરાસિયા કે કાંતો પાલવી ઠાકોર કે પાલવી દરબાર એવાં એવાં જૂદા જૂદા પંથકોમાં વસતા તેમના સમૂહો ઓળખાય છે. વાસ્તવમાં પૂર્વે રાજાઓ અને દેશી રજવાડાઓના રક્ષણ માટે પોતાના લોહી રેડીને બલિદાનો આ પ્રજાના પૂર્વજોએ આપેલા છે. આ પરિસ્થિતિ દરમ્યાન શત્રુના સૈન્યથી પરાજિત થયેલા રાજવીઓને ક્યારેક જંગલો અને ડુંગરોમાં આશ્રય લેવો પડતો હતો. અને લગ્ન વ્યવહારોથી માડીને અન્ય કરતા હતા. પણ સમાજમાં આને કારણે તેમનો દરજ્જા શુદ્ધ ક્ષત્રિયો કરતા ઊતરવા લાગ્યા. જેથી ઉપર જણાવ્યા મુજબના ઉંચ નીચના દરજ્જામાં આ શૂરવીર અને લડાયક વંશજો પેટા વર્ગોમાં વિભાજીત થઈ ગયા. આગળ જોઇ ગયા તેમ રાજપૂતોની છત્રીસ કૂળોની જાતિઓ આજે લગભગ ૧૦૫ કે તેથી વધારે કૂલોમાં વિભાજીત થવા પામી છે. આ અલગ થયેલી છત્રીસ કૂલોમાં ઠાકોર કૂળ પણ રાજપૂત જાતિમાંથી પૂર્વકાળમાં અલગ થયેલી જાતિ છે. ઠાકોર એ કોઇ જાતિ કે કોમની અટક નથી પણ ક્ષત્રિય સમાજનો એક વિશાળ સમૂહ છે. જેની અલગ અલગ રાજપૂત શાખાઓ પણ છે. આમાં પરમાર, સોલંકી, ડાભી, ચૌહાણ, રાઠોડ, વાઘેલા, જાદવ, ઝાલા, મકવાણા, પઢિયાર, ચાવડા, ગોહેલ, ભાટી વિગેરે શાખોથી પણ ઓળખાય છે. કેટલાક હવે ફકત ઠાકોર તરીકે ઓઅળખાય છે. તેમની અટકા શાખ એકજ ઠાકોર લખાય છે અથવા લખવામાં આવે છે. કેટલાક પોતાના પૂર્વજોના નામે તો કેટલાક પોતાના ગામોના નામોથી કે કેટલાક પોતાના પૂર્વજોના કાર્યોના નામે ઓળખાય છે. જેમાં ઉત્તર ગુજરાતમાં કેટલાક ડાભી ભટેસરીયા તરીકે, કેટલાક પરમારો વડનગરા તરીકે, કેટલાક પરમારો રભાતર પરમાર, કેટલાક મેવાસી તો કેટલાક સામંતો તરીકે ઓલખાય છે. મધ્ય ગુજરાતમાં કેટલાક સોઢા પરમાર કે પગી તેમજ ધારાળા તરીકે ઓળખાય છે. કેટ્લાક પાટણવાડીયા તરીકે પણ પોતાને ઓલખાવે છે. કેટ્લાક ચુવાળીયા તો કેટ્લાક ખાંટ તરીકે પણ જાણીતા છે. ઠાકોર, ઠાકરડા, પાટણવાડીયા, ધારાળા, બારૈયા ચુવાળીયા વગેરેનો પ્રશ્ન કાંઇક રીતે જુદો પડે છે. આ કોમોના પૂર્વજોના હારવાથી, ભાગવાથી, યા ભાગલા પાડવાના કારણે આ લડાયક અને શૂરવીર ક્ષત્રિયોના આ વંશો વિકેન્દ્રિત થઈ ચારેકોર પ્રસરતા રહ્યા. કેટલાય તેમના કૂળના રાજાઓના રાજ્યો પૂર્વકાળમાં વિકેન્દ્રિત થતાં ગયાં. તેમના વંશજો તે મૂજબ વિકેન્દ્રિત થતાં ગયાં અને મોભો પણ ઊતરતો ચાલ્યો પણ અટકો તો યથાવત રહી અને મોટા કૂળો પ્રસંગોપાતા પોતે આવા કૂળોની કન્યા લેતા પણ હતા. ઈ.સ.ની ૮મી સદીથી ૧૨મી સદી સુધી સર્વત્ર રજપૂત કૂળો છવાઈ ગયાં હતાં. તેમાં ગુજરાત અને રાજસ્થાનમાં તો રજપૂત કૂળો-ભીલો અને આદીવાસીઓ તેમજ કોળીઓ વચ્ચેની ભેદરેખા ભૂસાઈ ગઈ હતી. ઈસ્લામિક આક્રમણો અને મુસલમાન સલ્તનો સાથેના યુદ્ધોમાં પરાજિત રજપૂત રાજાઓને કોળી અને ભીલોના વિસ્તારોમાં વખતો વખત આશ્રયો લેવા પડતો હતો. અને તેમાં ભળી જવું પડતું અને તેમની મદદથી ફરી રાજસત્તા હાંસલ કરવા અથવા તો નવું રાજ્ય સ્થાપવા પ્રયત્નો થતાં પંચમહાલ, સાબરકાંઠા, અને બનાસકાંઠામાં ભીલો અને રજપૂતો વચ્ચે ભેદરેખા ન રહી. સાથે સાથે અમદાવાદ, વિરમગામ, મહેસાણા, ખેડામાં કોળીઓ-ભીલો અને રજપૂત કૂળો વચ્ચેની ભેદરેખા પાતળી બની ગઈ. શુદ્ધ ક્ષત્રિય કૂળનાં ગણ્યાં ગાંઠ્યાં રાજ્યાં રહ્યાં. તેમનો મોભો ઊંચો રહ્યો અને તે પછીના બીજા નંબરના રાજવી કૂળો અને રજપૂત કૂળો કે જે મહદ અંશે જે સ્થળે વસતી ભીલ,કોળી વગેરે પ્રજા સાથે ભળ્યા અને જૂદા જૂદા મોભા પ્રમાણે વિભાજીત થતા રહયાં. આમ તે સૌએ પોતાની રાજપૂત શાખ ટકાવી રાખી. આ વર્ગોમાં ઠાકોર, ઠાકરડા, કોળી, ખાંટ, ચુવાળીયા કોળી, પાટણવાડીયા, બારૈયા, ધારાળા, બારિયા, પગી વિગેરે છે. ક્ષત્રિયો મધ્યકાલિન યુગમાં રાજપૂત્ર તરીકે ઓળખાવા લાગ્યા. તેમાંથી રાજપૂત અને રાજપૂતમાંથી રજપૂત અપભ્રંશ શબ્દ રહ્યો. જોધપૂર અને તેની આસપાસનો વિસ્તાર રજપૂતોથી ઊભરાવા લાગ્યો. તે સમગ્ર વિસ્તાર રપૂતાના યા રાજસ્થાન તરીકે ઓળખાવા લાગ્યો. આ સિવાય મેવાડ, માળવા, તથા ઉત્તર ભારત, બિહાર, હિમાચલ, પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત વગેરે નાનાં મોટાં રાજ્યો જે મૂળે રાજપૂતોના હતાં, તે જ્યારે જ્યારે નબળાં પડતાં ત્યારે ઈતર કોમના સૈનિક તૂલ્ય પ્રજા અથવા તેના મૂખી, સરદારો, વિગેરે પણ રાજા થતાં ગયા. તેમાં ભીલ, ભીલાલા, રાજપૂત, ગરાસિયા, આહિર, ભરવાડ વિગેરે ભળતા ગયા અને તે સૌ પોતાને રજપૂત તરીકે ઓળખાવા લાગ્યા. નાનાં રજવાડાં ઠાકોર, ઠાકુર, દરબાર, પાલવી ઠાકોર, પાલવી દરબાર, ગરાસિયા તરીકે ઓળખાવા લાગ્યાં. મોટા રજપૂત રાજવીઓ તો અનેક રાણીઓ રાખતા,અને તેમને ગમે તે કૂળની કન્યા લેવાની છુટ હતી. આથી નિર્માણ થતી પ્રજા ક્યાંક રજપૂત તરીકે તો ક્યાંક રજપૂતની પેટા કોમ તરીકે નિર્માણ થતી ગઈ. આમ સમગ્ર રજપૂત વંશમાં પિતૃપક્ષે ક્ષત્રિયો વિશેષ રહ્યા જ્યારે માતૃપક્ષે અનેકવિધ કોમો સાથે ક્યાંક ક્યાંક સંકળાયેલા રહેતા. રાજપૂત શાખા કયા વંશમાં કાળવવામાં આવેલી છે તેની વિગત આપણે શરુઆતમાં જોઈ ગયા છીયે. આમ ઉત્તર ગુજરાત બાજુ ક્યાંક કોળી રજપૂત તો ક્યાંક ઝાલા મકવાણા, તો ક્યાંક પાલવી ઠાકોરો તો ક્યાકં પાલવી દરબારો યા ગરાસીયા દરબારો તો ક્યાંક ઠાકોર, ઠાકરડા, તો મધ્ય ગુજરાતમાં કોઇક ધારાળા, પાટણાવાડીયા, બારૈયા કે બારીયા વિગેરે નામે રજપૂત જૂથો પોતાના સ્થાનિક વિસ્તારમાં જુદા જુદા દરજ્જા મુજબ અલગ ઓળખાતા થયાં. બાકી જાડેજા, રાણા દરબારો, ગોહેલો, પરમાર, વાઘેલા, સોલંકી વિગેરેના કેટલાક રજપૂત કૂળો કે જેમને બીજા દરજ્જા યા કક્ષાના કૂળની કન્યાઓ ન લીધી તે પોતાને શુધ્ધ રાજપૂત કૂળના દર્શાવતા રહ્યા અને કેટલાકે એકાદવાર બીજા દરજ્જાના ગણાતા રાજપૂત કૂળની કન્યા લીધા પછી પૂન: પોતાનો પ્રથમ વર્ગના રાજપૂતનો દરજ્જો જાળવી રાખવા યથાવત રીતે પોતાના સમકક્ષ રાજવી કૂળની જ કન્યા લેવાની પ્રથા અપનાવતા. તેમણે પ્રથમ દરજ્જાના રાજપૂત ક્ષત્રિય કૂઑઅનો દરજ્જો જાળવી રાખ્યો. જે રાજ કરે તે રાજા અને તેના વંશજો, ભાયતો, સરદારો અને વંશ પરંપરાગત સૈનિક પ્રજા તે રાજપૂત પ્રજાયા રાજપૂત ક્ષત્રિયો ગણાતા આવ્યા છે. તેમનો વ્યવસાય જ પરંપરાગત સૈનિકનો હતો. પ્રજાની રક્ષા કરવાનો પોતાનો મુખ્ય વ્યવસાય હોવા છતાં શાંતિકાળમાં ખેતી, પાયદળ અને ઘોડેસ્વાર તરીકેની પણ ફરજો અદા કરતા હતા. જરુર પડે યુદ્ધ ખેલવું અને રક્ષા કાજે કાં ખપી જવું યા વિજયી થવું. આ છે. રાજપૂત કૂળોની આદી અનાદી કાળથી ચાલી આવતી પરંપરા. આ પરંપરા જાળવી રાખનાર રજપૂત પ્રજા સતત રાજ્યો, કૂળો અને પ્રાદેશિકતા મૂજબ વખતો વખત વિભાજિત થતી આવેલી છે. અને તે જૂદા જૂદા દરજ્જા પ્રમાણે જૂદા જૂદા નામે ઓળખાય છે તેમજ જૂદા જૂદા હક્કો ભોગવતી આવી છે. આમ મૂળે આ વંશો ક્ષત્રિયોના જ છે. બ્રીટીશ સૈન્યો, મરાઠા સૈન્યો અને મુસ્લિમ સુબાઓ વચ્ચેનાં પ્રાદેશિક યુદ્ધોમાં અવાર નવાર માલિકીના વિસ્તારો માટે સરહદોની નોંધણી કરવામાં આવતી. અને આ નોંધણી ગુજરાતની નદીઓના કાંઠા વિસ્તારો મુજબ કરવામાં આવી. આવા વિસ્તારોને સાબરકાંઠા વિસ્તાર, બનાસકાંઠા વિસ્તાર, મહીકાંઠા વિસ્તાર, રેવાકાંઠા વિસ્તાર, તાપીકાંઠાનો વિસ્તાર, જ્યારી સૌરાષ્ટ વિસ્તાર મહદ અંશે રાજપૂત કૂળોની અટકો ઉપર ઓળખવામાં આવતો. જેમાં ઝાલાવાડ, ગોહીલવાડ, રાણા વિસ્તાર વિગેરે નામોથી ઓળખાતો. આ બધાનો ઉલ્લેખ જે તે એજન્સીઓમાં તથા રજવાડાના ઇતિહાસોમાં અને સર્વસંગ્રહોમાં લખાતો રહ્યો. આમ એકજ મુળના એવા આ છે ગુજરાતના ઠાકોરો, કોળી, રાજપૂતો, કોળી ઠાકોરો, ભીલવા ઠાકોરો, પાલવી-ઠાકોર-પાલવી દરબારો, રાજપૂતો, રાજપૂત ગરાસિયા, રાજપૂત દરબારો, પાટણવાડીયા, બારૈયા, બારિયા, ઠાકરડા અને ધારાળા. આમ તો અ બધી કોમો રજપૂત કોમો છે પરંતુ પોતાના મોભા અને માન મરતબાને કારણે એક બીજાને અલગ અલગ માને છે. રજપૂતો પોતાને અન્યો કરતાં સૌથી ઉંચા માને છે. મુલકગીરી, વિઘોટી, ફરતી વિઘોટી, ગિરાસ કે ગરાસ, ગિરાસદારો, તાલુકદારી પ્રથા, જામા પદ્ધતિ, થાનેદાર પધ્ધતિ, ઈજારદારો, બારખળી પદ્ધતિ, ઈનામદાર, કામદાર, જીવાઈ, કામદાર, વાંટા, પઠ્ઠા, મલિકી, કસબાતી, ભોગવટો, સલામી, નજરાણાં, સનંદો, નરવાદારી, ભાગીદારી, વિગેરે પધ્ધતિઓને કારણે તેમજ આ બધી વેરા વસુલાતોને કારણે શોષણો થવાથી આ પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી. આમ ઉપર જણાવ્યા મુજબની આ લડાયક અને સ્વામનપ્રિય કોમોમાં ઉપર જણાવ્યા મુજબની વિવિધ વેરા પધ્ધતિઓના ગંભીરે પ્રત્યાઘાતો પડ્યા.તેનો પ્રતિકાર કરતાં કરતાં આ પ્રજા બળવા અને લૂંટફાટ તેમજ ધાડ તરફ વળી. સમગ્ર પ્રજા ગરીબ, બેકાર, ચોરી, કૂંટફાટ, દારુની બદીઓમાં સપડાટી ગઈ. આ છે પરંપરા આ લડાયક અને સ્વમાની કોમની દુર્દશા. આમ છતાં લડાયક અને ખમીર આ પ્રજામાંથી ગયું નથી. ક્યાંક અન્યાય થતો હશે યા સ્વમાન ભંગ થતો હશે તો વગર વિચારે ધારિયું લઈને ધસી જતાં આ પ્રજાને વાર લાગતી નથી. આમ એ બાબત તો સાબિત થય છે કે, પરદેશી આક્રમણકારીઓ, મોગલ, મુસ્લિમ સલ્તનતકાળ, મરાઠા સલ્તનત, બ્રીટીશ સલ્તનતની શોષણકારી અને દમનકારી નીતિઓને લીધે આ સમગ્ર સમાજ આર્થિક અને સામાજિક રીતે પછાત રહી જવા પામેલ છે. ઠાકોર-દરબારો, પાલવી દરબારો, પાલવી- ઠાકોરો, કોળી ઠાકોરો વિગેરે એ તમામ મૂળે રજપૂત દરબારોના જુદા જુદા દરજ્જા કે મોભા દર્શાવતા ફાંટા છે. આ બધામાંય પ્રસંગોપાત એકબીજામાં લગ્ન વ્યવહારો જોવા મળતા આવેલા છે. હાલમાં પણ આવા વ્યવહારો જોવા મળે છે. હવે જ્યારે આર્થિક અને શૈક્ષણિક રીતે આ ક્ષત્રિયો થોડે ઘણે અંશે સદ્ધર થયા હોવાથી પોતાના દરજ્જા કે મોભાને બાબત ગૌણ બનવા લાગી છે. ઠાકોર અને ઠાકરડા તરીકે ઓળખાતા આ વર્ગો પણ મૂળે તો રાજપૂત વર્ગના ફાંટા છે. “ઠાકરડા” એ “ ઠાકોર” શબ્દનો અપભ્રંશ શબ્દ છે “ ઠાકોર” એ મૂળ હિન્દી શબ્દ “ठाकुर” ઉપરથી ઉતરી આવ્યો છે. તેમજ જે ગામનો ગામધણી ન હોય તે ગામના ઠાકોર દરબારો તળપદી ભાષા કે લોકભાષામાં ‘ ઠાકરડા ’ તરીકે ઓળખાતા હતા. ગામધણીઓ અને તે સિવાયના ઠાકોરવર્ગ વચ્ચે આ રીતે પાતળી ભેદરેખા વર્તાતી હતી. પોતાનો દરજ્જો ઉંચો જળવાઈ રહે તે માટે તેઓ પણ દરબારો સિવાયના ઠાકોરોને ઠાકરડા તરીકે ઓળખાવતા હતા. જેમ બામણ અને બ્રાહમણ વચ્ચે તેમજ વણિક અને વાણિયામાં કોઇ તફાવત નથી તેમ ઠાકોર અને ઠાકરડા વચ્ચે ભાષા સંબોધનનો ભેદ છે. ઠાકોર શબ્દ એ ક્ષત્રિયો માટે આદરભાવની પદવી છે. આ હવે આ ક્ષત્રિય મહાજાતિની કેટલીક જાતિઓ પોતાની શાખ અને જાતિ એમ બન્નેમાં ઠાકોર અટક લખાવવા લાગ્યા છે. કેટલાક ઠાકોર હજુ પણ પોતાની રજપૂત શાખ પણ લખાવે છે. કેટલાક બ્રાહ્મણો પણ ઠાકોર અટક લખાવે છે. આ ઉપરાંત ભીલ નાયકો પણ ઠાકોર શબ્દ લખાવે છે. મધ્ય ગુજરાતના બૃહદ ખેડા જીલ્લાના ભાલેજ વિસ્તારના કેટલાક મુસલમાનો પણ ઠાકોર અટક લખાવે છે. પણ તેઓ હિન્દુ ધર્મમાં માનતા નથી. તેમનો ઇતિહાસ પણ મોલેસલામ ગરાસિયા જેવો છે. બ્રીટીશ સલ્તનત વખતે કેટલાક જુદા જુદા દેશી રજવાડાઓને અંગ્રેજોએ રાજ્યોના દરજ્જા પ્રમાણે સલામી આપવા માટે ઠાકોર સાહેબ કે ઠાકોરશ્રી એવા નામો આપેલા હતા. હવે સૌ પોતાને ઠાકોર તરીકે ઓળખાવે છે. રજપૂત કે ક્ષત્રિય ઠાકોરો મોટેભાગે ગુજરાતના તમામ વિસ્તારોમાં જુથ પ્રમાણે વસવાટ કરે છે. ઉત્તર ગુજરાત બાજુ વસતા આ ક્ષત્રિયો પોતાને મોટેભાગે ઠાકોર તરીકે જ હવે ઓળખાવે છે. તેમનામાં મોટા ભાગના પરમાર, સોલંકી, ઝાલા, મકવાણા, ચૌહાણ, વાઘેલા, ડાભી, વિગેરે રજપૂત અટકો કે શાખો ધરાવતા જોવા મળે છે. જ્યારે મધ્ય ગુજરાતના આ ક્ષત્રિયો ઝાલા, પરમાર, ડાભી, સોલંકી, ગોહેલ, ચાવડા, વાઘેલા, જાદવ, ખાંટ, પગી જેવી શાખ લખાવે છે. સ્થાનિક બોલીમાં કેટલાકને દરબાર, બારૈયા કે બારીયા, ઠાકોર કે પાટણવાડીયા તરીકે બોલાવાય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ તમામ મૂળે તો રજપૂત ક્ષત્રિય છે. આ બાબતે વિગત વાર આપણે આગળ જોઇશું. સૌરાષ્ટ્ર વિસ્તારના કેટલાક જીલ્લાના કોળીઓ પણ હવે ઠાકોર અટક લખતા જોવા મળે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં આ ક્ષત્રિયો પોતાના બાપદાદાના કે ગામના નામ ઉપરથી પણ અટકો લખાવે છે. દા.ત. રભાતર, વિકાણી જે જેઓ મૂળ બનાસકાંઠાના ખીમાણાના પરમારો છે. જ્યારે ભટેશરીયા(ડાભી), ઝુજરવાડીયા, વિગેરે. રાજપૂતોમાં પણ કેટલાક ગામ કે બાપ અટક લખાવે છે. વડોદીયા,વગાસીયા, વાસદીયા વિગેરે. બનાસકાંઠાના ધાનેરા બાજુના કેટલાક પૂર્વે કોળી હતા જે હવે પોતાને ઠાકોર તરીકે ઓળખાવે છે. મહેસાણા જીલ્લાના વડનગર પંથકના મોટાભાગના દરબારો મૂળ ઠાકોર છે. પરંતુ પોતાને અસલી દરબાર તરીકે કહેવડાવે છે. કેટલાકને હવે ઠાકોર કહેવડાવવામાં ક્ષોભ અનુભવે છે. ઈ.સ. ૧૮૫૭ ના વિપ્લવ ના બળવા સમયે આ દરબારોને અંગ્રેજો અને ગાયક્વાડ સરકારે ઇતિહાસમાં કોળી ઠાકોર કે કોળી દરબાર તરીકે વર્ણવ્યા છે. પરંતુ ખરી હકીકત તો એ છે કે આ તમામ દરબારો કે ઠાકોરો પૂર્વકાળમાં રજપૂત હતા. પરંતુ કેટલીક નીતિ રીતિઓ, સગે ઉતરવાથી અને પોતાના ભાયાતોના દ્વેશ અને વર્ગ વિગ્રહને કારણે તથા અંગ્રેજો અને ગાયકવાડ સલ્તનતની દમનકારી નીતિઓ, વિસ્તાર વ્યવસ્થાપન અને વિસ્તાર વહેચણી ને કારણે કેટલાકને પદ્દ્ચ્યુત કરવામાં આવેલા છે. વડનગર અને વિજાપુર વિસ્તારના ચૌહાણો કે જે વડનગર આસપાસ પોતાને ઠાકોર તરીકે ઓળખાવે છે જ્યારે પોતાના અન્ય ભાયાતો કે જે વિજાપુર વિસ્તારમાં વસવાટ કરે છે જે પોતાને રાજપૂત તરીકે ઓળખાવે છે. સત્ય એ છે કે આ બન્ને વિસ્તારના ચૌહાણો રાજપૂતો જ છે, એ જ રીતે પરમાર, ડાભી, સોલંકી, ઝાલા-મકવાણા, વાઘેલા રાઠોડ વિગેર મૂળ તો ક્ષત્રિય રજપૂત કુળના છે. પરંતુ ભાગવાથી કે ભગાડવાથી કે પદ્દ્ચ્યુત થવાથી આવી ભેદ રેખા ઉપસ્થિત થવા લાગી હોય તેમ જણાય છે. બનસાકાંઠા કેટલાક પરમારો પોતાને રાજપૂત તરીકે ઓળખાવે છે જ્યારે પોતાના ભાઈઓ કે જે આશરે ૨૦૦ વર્ષ પહેલાં સળાંતરીત થઈ અન્ય જગ્યાએ વસવાટ કર્યો તેઓ હાલમાં ઠાકોર તરીકે ઓળખાય છે. વાસ્તવમાં આ બધા પરમારો ૨૦૦ વર્ષ પહેલાં એક જ કુંટુબી ભાયાતો છે. એ જ રીતે વિસનગર અને મહેસાણા વિસ્તારના કેટલાક ઝાલા –મકવાણા કે જેમના પૂર્વજો વર્ષો પહેલાં પાટડીથી સ્ળાંતરીત થઈને આવીને વસેલા છે. તેઓ અને હાલમાં પાટડી વિસ્તારના ઝાલાઓના પૂર્વજો એક જ છે. પરંતુ આ તમામ એક બીજાને અલગ અલગ માને છે. કેટલાક ઇતિહાસકારો(શંકુચિત મનોદશવાળા અને દ્વેશભાવવાળા) ઈતિહાસકારોએ નાં લખાણો સત્ય આધારિત નાં હોવાથી રજપૂત કુળોમાં ઘણી ગૂંચવણો સર્જવા પામી છે. તેઓને ઝાલાવાડના રાજપૂતો સાથે ભાયાતોનો સબંધ હોવા છતાં ઇતિહાસકારો મહીકાંઠા ના દેશી રાજ્યોના રાજપોતોને અસલી રાજપૂત માનતા નથી. વાસ્તવમાં કટોસણ ને તેની આસપાસના તમામ મકવાણા-ઝાલા ઝાલાવાડના રાજપૂતો સાથે સીધો સબન્ધ ધરાવે છે. એવા ઐતિહાસિક પૂરાવા છે. પણ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિને કારણે તેમજ ગુલામી માનસ ધરાવતા ઇતિહાસકારો એ પોતાની કલમને સાચી બતાવવા પ્રયાસ કર્યો હોય તેમ જણાઈ આવે છે. ઈડર તાલુકાના ચાંડપ વિસ્તારના ચૌહાણો મૂળે રજપૂત છે પરંતુ ૧૮૫૭ના વિપ્લવમાં અંગ્રેજો અને ગાયકવાડ સરકાર સામે તેમજ ઈડરના રાજા સામે મંડેઠીના ઠાકોર સૂરજમલ સાથે મળીને બંડ પોકારેલ. આના કારણે ચાંડપના આ ક્ષત્રિય ચૌહાણોને કોળી તરીકે ઇતિહાસમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. ચાંડપના નાથાજી અને તેમના તેમના ૨૦૦૦ સાથીઓએ ૧૮૫૭ના વિપ્લવમાં અંગ્રેજો, ગાયકવાડ અને ઈડરની સરકારનો સામનો કરેલો. આ વિશે આપણે વિગતવાર હવે પછી જોઇશુ. આજ રીતે ચરોતરના નિવાસી કે જેમણે સૌથી પહેલાં શહીદી વહોરી હતી એવા શહીદવીર શ્રી જીવાજી ઠાકોર કે જેમણે ૧૮૫૭ નાં મહાસંગ્રામમાં અંગ્રેજો સામે પ્રતિકાર કરવા પોતાની ૨૦૦૦ ક્ષત્રિય સૈનિકોની વિશાલ ફોજ બનાવી હતી. આ ફોજ સાથે એક સમયે આખા મહિકાંઠા વિસ્તારમાં જબરી ધાક જમાવી હતી. અંગ્રેજ અમલદારો જીવાજી ઠાકોરની હાકથી ધ્રુજી ઉઠતા. આ ફોજના નેર્તુત્વ લઈને જીવાજી સોલંકીએ અંગ્રેજોને હંફાવ્યા હતા. પરંતુ કમનસીબી એ થઇ કે જીવાજી અને એમના અંગ્રેજોની સાથેની અથડામણમાં ઝડપાઈ ગયા અને અને એમને તોપના નાળચે બાંધીને બહુ જ ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યા હતા. આ જ રીતે પોતાના ૨૦૦૦ સૈનિકો ને પણ ઘણી જ ખરાબ રીતે વડલાની વડવાઈઓ સાથે બાંધીને ફાસીએ ચડાવી દીધા હતા. -: વસતી અને વસવાટ :- સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતના ઉત્તર ગુજરાત અને તળ ગુજરાતના આ ક્ષત્રિયોની વસતી લગભગ ૪૫% જેટલી છે. આમાં ઉત્તર ગુજરાતના પાલવી ઠાકોર, પાલવી દરબારો, ઠાકોરો, મધ્ય ગુજરાતના ઠાકોર(પાટણવાડીયા, બારૈયા-બારીયા) વિગેરે છે. આ વર્ગની મુખ્ય કોમો બૃહદ ખેડા જીલ્લો, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ અને પંચમહાલ જીલ્લાઓમાં જોવા મળે છે. અન્ય જગ્યાએ આ ક્ષત્રિયોની વસતી નહીવત છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આ ક્ષત્રિય ઠાકોર કે દરબારોની વસતી જોવા મળતી નથી. ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણ પ્રદેશના આ ઠાકોરો મોટેભાગે રજપૂત શાખ જ દર્શાવે છે. અને તેઓની રજપૂત અટકો પણ છે. રજપૂત અટક સિવાય પણ અન્ય અટક કે શાખો જોવા મળે છે. જેમકે બાપ અટક, ગામ અટક વિગેરે. બૃહદ ખેડા જીલ્લાના કપડવંજ, બાલાસિનોર, માતર, બોરસદ, ઠાસરા, મહેમદાવાદ, નડીયાદ, ખંભાત, વિગેરે તાલુકામાં પણ રજપૂત અટકો અને શાખ જોવા મળે છે. અને બાપ તેમજ ગામ અટકો પણ કેટલાક ક્ષત્રિયો લખાવે છે. સાબરકાંઠા વિસ્તારના બાયડ, પ્રાંતિજ, મોડાસા, મેઘરજ, ઇડર, હિંમતનગર તેમજ બનાકાંઠાના કાંકરેજ, વાગડોદ, ડીસા, રાધનપુર, પાલનપૂર, વડગામ વિગેરે વિસ્તારમાં આ કોમો મોટા સમૂહોમાં વસવાટ કરે છે. જયારે અમદાવાદ જીલ્લાના અમદાવાદ શહેર, દસક્રોઇ વિસ્તાર અને તેની આસપાસના પરાં વિસ્તાર તેમજ, ગાંધીનગર જીલ્લાના દહેગામ, કલોલ વિગેરે જ્યારે પંચમહાલ જીલ્લાના ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા, વડોદરા જીલ્લાના સાવલી, વડોદરા, પાદરા વિસ્તાર વિગેરે જગ્યાએ આ ખમીરવંતી અને સ્વમાની તેમજ લડાયક સ્વભાવની આ ક્ષત્રિય જાતિઓ મોટા મોટા સમૂહોમાં વસવાટ કરે છે. કેટલાક પ્રદેશોમાં ઠાકોર ક્ષત્રિય વસતીના સળંગ પટ્ટા જોવા મળે છે. ચુવાળ પ્રદેશ, કટોસણ પ્રદેશ, વિરમગામથી લઈને બહુજરાજી વિસ્તાર વિસ્તાર, આ ઉપરાંત પાટણ વિસ્તાર, અને ખેડા જીલ્લાના કપડવંજ, બાલાસિનોર અને બોરસદ, બનાસકાંઠાના રાધનપુર,કાંકરેજ વિગેરે વિસ્તારોમાં આ કોમોના સળંગ પટ્ટા જોવા મળે છે. ઉપરાંત મહેસાણા જીલ્લાના ખેરાળુ, વડનગર, વિજાપુર, વિસનગર, સિદ્ધપુર વિગેરે વિસ્તારોમાં ઠાકોર જાતિના વિશાળ સમૂહો કે જૂથો જોવા મળે છે. મૂળે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આ સમગ્ર કોમને ઠાકોર, રજપૂત, દરબાર, ઠાકરડા વિગેરે જેવા ઉપમાવાચક નામોથી ઓળખવામાં આવતા હતા. અને આજે પણ આ કોમને ઉપર મુજબના સંજ્ઞાવાચક નામોથી ઓળખવામાં આવે છે.કડી સર્વસંગ્રમાં જણાવ્યા મુજબ આ ક્ષત્રિય કોમો જુદા જુદા પ્રદેશોમાં ઉપર જણાવ્યા મુજબની શાખોથી ઓળખાય છે. મહીકાંઠા ડીરેકટરીમાં દર્શાવ્યા મુજબ મહીકાંઠા એજન્સી વિસ્તારમાં અંગ્રેજ હકુમત સમયે સાબરકાંઠા વિસ્તારના ઇડર, હિંમતનગર, નાની મારવાડ, તેમજ મહેસાણા જીલ્લાના કટોસણ બાવીસી, આંબલીયારા, બાંભર, દીયોદર, થરાદ ડીસા તાલુકો, કાંકરેજ, વડગામ વિગેરે વિસ્તારના ઠાકોરોને મહેવાસી તરીકે ગણાવ્યા હતા. આ સમગ્ર વિસ્તારના આ ઠાકોરો કે દરબારોએ અંગેજ સલ્તનત સામે પ્રતિકારો કરેલા જેઓને અંગ્રેજોએ તોફાનીઓ તરીકે વર્ણવેલા. પરંતુ તેઓ તોફાનીઓ ન હતા, જંગે ચડેલા બહાદુર સૈનિકો હતા. એક જંગ હતો. છીનવાતી આઝાદીની રક્ષા કરવાનો જંગ હતો. આ પ્રતિકાર અંગ્રેજ અને ગાયકવાડ સલ્તનતને મંજૂર ન હતો. તેથી અંગ્રેજ અને ગાયકવાડ સલ્તનતે મહીકાંઠા વિસ્તારના ઉપર જણાવેલા કેટલાક વિસ્તારના આ ક્ષત્રિયોને મેવાસી(તોફાની) ગણાવ્યા હતા. હાલ ઉત્તર ગુજરાતના કેટલાક ગામોને મહેવાસી કે મેવાસી કહેવામાં આવે છે. વિસ્તારની દષ્ટીએ બનાસકાંઠાના ઠાકોરોનો પરગણાનો વિસ્તાર સાંતલપુરથી શરુ થઈને છેક વડગામ સુધીનો છે. અને આ સમગ્ર વિસ્તાર પાટણ સુધી ફેલાયેલો છે. આમ બનાસકાંઠાના ઠાકોરો મૂળે બનાસકાંઠાના હોઈ પોતાના સંબંધી ભાયાતોને માન આપીને બોલાવે છે. બનાસકાંઠા વિસ્તારમાં મૂળ ઠાકોર અને કેટલાક વિસ્તારોમાં કોળી ઠાકોર પણ જોવા મળે છે. આમ છતાં બાનસકાંઠાના ઠાકોરો અને મહેસાણા જીલ્લાના વિસ્તારના ઠાકોરોના વ્યવહારઓમાં ઘણો તફાવત જોવા મળે છે. બનાસકાંઠાના કેટલાક વિસ્તારના ઠાકોરો પોતાની દીકરી આપે છે અને લાવે છે પણ ખરા. જ્યારે મહેસાણા વિસ્તારાના કેટલાક ઠાકોરો જ્યાંથી કન્યા લાવે છે ત્યાં દીકરીને આપતા નથી.અને જ્યાં દીકરી આપે છે ત્યાંથી કન્યા લાવતા નથી. જો કે વડનગર અને વિસનગર વિસ્તારના ૧૨ પરાંના વિસ્તારમાં આમાં કેટલોક અપવાદ છે. જે ઠાકોરો બાર પરાં ગોળમાં જોડાયેલા છે તે એક બીજાને કન્યાઓ આપે છે અને લે છે પણ ખરા. થોડાક સમયથી આ ગોળમાં જ કન્યાઓ આપવા લેવાનો વ્યવહાર વિકસિત થતો જોવા મળ્યો છે. આમ થવાથી સગોત્ર લગ્નો થવાનો સંભાવના વધી જવાની શક્યતાઓ રહેલી પાટણ, બનાસકાંઠાના પાલવી ઠાકોરો-પાલવી દરબારો એ પોતાના સામાજિક વ્યવહારો જાળવી રાખ્યા છે એ એમની ખાનદાની રીત છે. જ્યારે મહેસાણા જીલ્લાના પાલવી ઠાકોરો એ સામાજિક વ્યવહારો જાળવવામાં ઉણા ઉતર્યા છે. તેમ છતાં શિક્ષણ નું પ્રમાણ હોવાથી વધુ આધુનિક બનવા પામ્યા છે. એ જ રીતે ખેડા-આણંદ જીલ્લાના ક્ષત્રિયો માં પણ આધુનિકતાનું વધુ પડતું આંધળું અનુકરણ થવા પામ્યું છે. આધુનિક ઠાકોરોમાં ક્ષત્રિય અટકો ઉપરાંત તેમના ગામ અથવા તો કુટુંબના વડવાના નામ પરથી અટકો થયેલી જોવા મળે છે. જ્યારે મહેસાણા જીલ્લાના વિસ્તારમાં ઠાકોરોમાં માત્ર ક્ષત્રિય જ અટક રાખેલી જોવા મળે છે. હાલમાં આ સમગ્ર કોમ ઉત્તર ગુજરાતના મહેસાણા વિસ્તારમાં ઠાકોર કે દરબાર કે રજપૂત તરીકે ઓળખાય છે. જ્યારે મધ્ય ગુજરાત બાજુ ઠાકોર કે પાટણવાડીયા કે દરબાર તરીકે પોતાને ઓળખાવે છે. જ્યારે રાજઘરાના લોકો હજુ પણ આ સમગ્ર ક્ષત્રિય કોમને તેમનાથી નીચા માને છે. વર્તમાન અને ભૂતકાળમાં ઉત્તર ગુજરાતની આ ક્ષત્રિય કોમથી કણબીઓ કે કડવા પટેલો ડરીને ચાલતા ચાલે છે. અને હાલમાં પણ આ કોમનું વર્ચસ્વ અને જો હુકમી યથાવત રહેલુ છે. આ વિસ્તારમાં ઘણા બધા કુરીવાજો અને અન્દ્ધશ્રદ્ધો વધુ પ્રમાણમાં જોવા મળે છે. આનુ કારણ આ વિસ્તારની આ ક્ષત્રિય કોમનું આર્થિક પછાતપણુ જવાબદાર છે. વળી ગાયકવાડ અને બ્રીટીશ સલ્તનતના વખતે પટેલોની વગ સારી એવી હતી. જેના કારણે કેટલાક અમીન અને દેસાઈ તેમજ દરબાર તરીકે આ પટેલ કોમ ઓળખાતી. હવે સૌ પોતાને પાટીદાર તરીકે ઓળખાવે છે. જો કે સ્વતંત્ર ચળવળ સમયે કેટલાય ઠાકોરોએ શહીદી વ્હોરેલી છે. પરંતુ આ બધાને મેવાસી કે બહરવટીયા તરીકે ઉપમા આપવામાં આવી છે. મોગલ અને ગાયકવાડ સલ્તનત વખતે ખેડા જીલ્લાના પટેલોએ પોતાની વગના કારણે પાટીદાર તરીકે પોતાની ઓળખાણ આજે પણ જાળવી રાખી છે. અને એ જ રીતે ઉત્તર ગુજરાતના નાના નાના ઠાકોરો કે દરબારોએ પોતાનુ વર્ચસ્વ જાળવી રાખ્યું અને તેની હુંફ આજે પણ અકબંધ જોવા મળે છે. ઉત્તર ગુજરાતના ઠાકોરોમાં આજે પણ એકતા જોવા મળે છે જ્યારે મધ્ય ગુજરાતની આ ક્ષત્રિય કોમમાં એકતાનો અભાવ છે. આ વિસ્તારની ક્ષત્રિય પ્રજાની ગરીબાઈનુ પણ કારણ આ કોમની એકતા નથી તે જ છે. આજે પણ આ વિસ્તારના ઠાકોરો એક બીજા સાથે ઉંચનીચના ભેદભાવમાં જ મ્હાલે છે. આ વિસ્તારમાં રોજગાર ધંધા અને ફળદ્રુપ જમીનો હોવા છતાં કેટલાક કુરીવાજો, અંધશ્ર્દ્ધાઓ અને ખોટા વ્હેમો અને દારુ – જુગાર જેવી બદીઓને કારણે આ વિસ્તારની આ ક્ષત્રિય કોમ આજે પણ પછાત રહી જવા પામી છે. આજે આ વિસ્તારમાં પટેલ કોમ અગ્રેસર છે. જ્યારે આ વિસ્તારની કેટલાક ગણ્યા ગાંઠ્યા પરીવારો સિવાય આ સમગ્ર ક્ષત્રિય કોમનો મોટો વર્ગ મજૂરી પર આધાર રાખે છે. ટૂંકી જમીનો અને ખોટા ન પોષાય તેવા ખર્ચા અને વ્યવહારો ને કારણે અહીની મોટા ભાગની પ્રજા આર્થિક રીતે આજે પણ સબળ નથી. ચુંવાળ પંથક બાજુના પાલવી દરબારો, ઠાકોરો આજે પણ પોતપોતાને અલગ અલગ ઓળખાવે છે. કેટલાક પોતાને રજપૂત તરીકે પણ ઓળખાવે છે. આમ હકીકત જોવા જઈએ તો મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર,પંચમહાલ અને ખેડા જીલ્લાના ઠાકોરો-દરબારો લગભગ એક જ હોય તેમ જણાય છે. સરકારશ્રીએ બક્ષીપંચ અને કેન્દ્રના ધોરણ આર્થિક પછાતપનો લાભ આપેલ હોવાથે હવે બદલાયેલી પરિસ્થિતિના કારણે આ તમામ કોમો એકબીજાની નજીક આવવા લાગી છે. શૈક્ષણિક રીતે આ સમગ્ર સમાજ હવે આગળ આવવા માંડ્યો છે. હવે સૌ બધાને એકજ માને છે. હવે દીકરીઓ માટે ઉંચાકુળની સરખામણીએ શૈક્ષણિક રીતે આગળ પડતા કુંટુંબની ઓળખાણ પહેલાં જોવામાં આવે છે. પરંપરાગત પહેરવેશ અને સંસ્કૃતિ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકોમાં પહેરવેશ બાબતે આજે પણ ભિન્નતા જોવા મળે છે. ઉત્તર ગુજરાત બાજુના આ કોમના પુરુષો આજે પણ ઘેરદાર ધોતિયુ પહેરે છે. જ્યારે કાનમાં કડીઓ કે મરચીઓ તેમજ કેડમાં કંદોરા વિગેરે ધારણ કરે છે. પહેલાના સમયમાં તેઓ તલવાર કે ધારદાર હથીયાર યા તો કેડમાં છરો કે છરી ફરજીયાત રાખતા. હાલમાં પણ કેટલાક યુવાનો પોતાના રક્ષણ માટે ધારદાર છરા અંગત રીતે રાખે છે. ઉપરાંત જ્યારે પણ ખેતરમાં કે વગડે જવાનું થાય ત્યારે હાથમાં ધારદાર ધારીયું તો હોય છે. લગ્ન પ્રસંગે માથે સાફો કે પાઘડી ધારણ કરે છે. ઉત્તર ગુજરાતના કેટલાક લોકો કાનમાં ગોખરુ પણ પહેરે છે. જે એક પ્રકારનું સોનાનું ઘરેણું છે. બૂટ, મોજા, ઘેરધાર ધોતિયું અને પહેરણ એ આ વિસ્તારના પુરુષોનો મુખ્ય પહેરવેશ છે. હવે યુવાનો ધોતિયાની જગ્યાએ પેંટ અને શર્ટ પહેરે છે. ઠાકોર વર્ગની ઉત્તર ગુજરાતની સ્ત્રીઓ પોતાના વડવાઓના ચાલ્યા આવતા પરંપરાતગત પહેરવેશ તરીકે ઘેરદાર ૫ થી ૧૦ મીટરના જુદા જુદા રંગના ઘાઘરા પહેરે છે. લાજ વાળવાનો રીવાજ હાલમાં પણ મોજૂદ છે. પરીવારમાં વડીલો હોય તેવા તમામની મર્યાદા રાખીને લાજ કાઢવામાં આવે છે. પરીવારમાં સસરા, જેઠ, વડ સસરા તેમજ જમાઈની પણ લાજ વાળીને માર્યાદાઓ હજુ પણ જાળવી રાખવાનો રીવાજ આ સમાજમાં ચાલે છે. સાસુ, સાળાની પત્નીઓ અને સસરા પક્ષની તમામ સ્ત્રીઓ જમાઈની લાજ વાળીને પોતાનો માન મરતબો જાળવી રાખે છે. પાણી ભરીને આવતી જે જતી તેમજ માથે ચારનો ભારો ઉપાડીને આવતી આ સમાજની કોઇપણ સ્ત્રી (વહુ) પોતાનાથી મોટા કોઇપણ પુરુષને માન આપવા રસ્તામાં બાજુમાં ખસીને ઉભી રહી પોતાની મર્યાદાને જાળવી રાખે છે. જો કે ગામડામાં આ ક્ષત્રિય જાતિ સિવાય અન્ય જાતિની સ્રીઓ દ્વારા પણ લાજ વાળવાની પ્રથાઓ જાળવી રાખી છે. જો કે હાલમાં આ રીવાજ અસ્થાને છે પણ પોતાની પર્ંપરાઓ અને સંસ્કૃતિની જળવણીમાટે આવી પ્રથાઓ ચાલુ રાખવી જરુરી છે. મેવાસી તેમજ ઠાકોરો અને દરબારોના ગામોમાં આજે પણ સ્રીઓ પૂરેપૂરો મલાજો રાખે છે. કેટકેલ સ્થળે વિધવાઓ પણ આઘેરુ ઓઢે છે. આમ છતાં આ વિસ્તારમાં આ કોમોમાં અલગ અલગ પોષાકો પણ જોવા મળે છે. ગરાસિયાઓ ચારે છેડે ધોતિયુ અને માથે લીલા રંગનો ૧૦ થી બાર હાથનો ફેંટો બાંધે છે અને ખભે લીલા રંગનો રૂમાલ પણ રાખવાની પરંપરા હતી. પાલવી દરબારોમાં લાલ રંગના ફેંટા પહેરવાનો રીવાજ હાલમાં પણ મોજુદ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ક્ષત્રિય- ઠાકોરો મોટે ભાગે રજપુત- રાજપુત ઠાકોરો છે. પરંતુ અનુલોમ અને પ્રતિલોમ જેવા લગ્ન વ્યવહારો ને લીધે જુદા જુદા અનેક દરજ્જાઓમાં વિભાજીત થયેલા જોવા મળે છે. જાતવંત લોહી- મિશ્રણથી ઉદ્ભવેલી હાજરો ખમીરવંતી જાતિઓએ મા ભોમને વિદેશી આક્રમણકારીઓથી રક્ષિત કરવા પોતાના રકતથી પવિત્ર ધરતીને રંગીને કાયમ માટે ભારતમાતાની ગોદમાં પોઢી ગઈ છે. જે બગીચામાં રંગબેરંગી ફુલોમાં વિવિધ પુંકેસરો ઊડીને વિધવિધ સ્ત્રીકેસરોમાં ઢળી પડ્યાં, એનાં અંતરમાં ઉતારા કરી લીધાં, એમાં કોઇ કોઇ ફુલોની પાંખડીયે એકસામટા સાત સાત રંગોની જેમ ભાત પડેલી છે એમાંથી આવો ભાતીગળ ફાલ નીપજ્યો અને ગુલબોએ અને ગલગોટાએ કૈ કૈ રંગો બદલ્યા છે ને હજુ લોહી – મીશ્રણ પુષ્પોની દુનિયમાં ચાલી રહ્યું છે એવું ભુતકાળમાં ક્ષત્રિયા અને અન્ય જાતિઓમાં લોહી-મીશ્રણો થયેલાં પુષ્પની દુનિયામાં જે બન્યું એવું જ આ ગુજરાતની સોરઠ, તળ ગુજરાત અને ગુજરાતમાં પણ ક્ષત્રિયા પ્રજામાં બની ગયું હતું. જેને આજે આપણે “ કાંટીયા વરણ ” કહીને જેની અવગણના કરીયે છીયે,તે બધી જાતિઓના ચહેરા નીરખીને જુઓ: એના પહેરવેશ, રીતરિવાજ, દાઢીમુછના વળાંક, આંખોની અણીઓ, ભમ્મરનાં ભાલાં નિહાળો; એની રમણીઓના અંગ-લાવણ્ય, અવાજની મીઠાશ, ગાવાની હલક, ઓરડની કલા- દિવલો પર લીંપીને ભાત પાડવાની કલા- કારીગીરી, એ બધું તપાસો; એ બધામાં અનેકવિધ સંસ્કારોની રળીયામણી ભાત પડેલી છે. આ બધાં પણ ભાતભાતના લોહી-મીશ્રણમાંથી રંગાઈને ખીલેલાં માનવ પુષ્પો છે. એક મેરાણીના દેહને નિહાળો; ચોવીસેય કલાક પરિશ્રમ કરતી કણબણ જેવા સ્નાયુઓ છે, રાતદિવસ ધુળમાં રોળાતાં રોળાતાં એ અંગોમાં રાણીવાસની કોઇ તન્વંગી રજપૂતાણીનાં રૂપ નીતરે છે અને છતાંય કામદેવની કામઠી સરીખાં એનાં નેણની નીચે કોઇ ચારણી જોગમાયાની અગ્નીઝરતી આંખો ઝગે છે. એવી જ રીતે એના પુરુષને તપાસો અને પછી એ સાંતી હાંકતો કણબી છે, થોભાળો રજપૂત છે કે દેવીને પૂજનારો કોઇ ચારણ છે, તે શોધવાની રમણીય મૂંઝવણ અનૂભવો. અનેકવિધ લોહી-મીશ્રણથી રંગાઈને જન્મેલી સુવાસ શૌર્યકથાઓ, પ્રેમકથાઓ, સુખ:દુખના રાસડાઓ, વાજિંત્રો, કલા-કારીગીરીઓ,નૃત્યો- શોખ અને ગોર ગોરમટીને રૂપે મંદ મંદ મહેકી રહી હતી, સમસ્ત જીવનને એણે સુવાસિત બનાવ્યું હતું. આજ એ સુવાસ ઉપર રજ ચડી ગઈ છે. આજ સંસ્કૃતિના પારણાંમાં હીંચેલી એ બધી જાતિઓ બળાત્કારે જીવે છે. વિકૃત બનીને ઊલટું આપણી સંસ્કૃતિને વિશે ભુલાવો ખવરાવે છે. આ જે આપણે આપણી સંસ્કૃતિને દાવ પર લગાવીને સમસ્ત ક્ષત્રિય સમાજને અલગ અલગ જાતિ સમુહોમાં વિભાજીત કરીને પોતાના પગ ઉપર કુહાડો મારી રહ્યા છીયે. જેમ ફુલને ફુલ જ અને વૃક્ષને વૃક્ષ જ કહેવાય, એમ ક્ષત્રિયની ઓળખણ એક જ હોય; ભલેને પછી ડળીઓ કે શાખાઓ અનેક કેમ ના હોય. ક્ષત્રિય એ એક વિશાળ વટ્વૃક્ષ છે અને રજપૂત, ઠાકોર, દરબાર, ગરાસીયા, પાલવી, વિગેરે એ બધી શાખાઓ કે પ્રશાખાઓછે. આ પ્રશાખઓને પાંદડાં અને ફુલ પણ હોય છે. પરંતુ પાંદડાં અને ફુલ વિના ડાળી ના શોભે અને ડાળી વિના વૃક્ષ, વૃક્ષ ના રહેતાં થડીયું બની જાય એમ આ સમસ્ત ક્ષત્રિયા સમાજના જાતિ સમુહો, પેટાજાતિઓ અને પેટા શાખાઓથી આપણો સમસ્ત સમાજ સુશોભિત છે. ક્ષત્રિયા (ભવાનસિંહ)સંસ્કૃતિની જાળવણી અને એની ધરોહરને સાચવી રાખવાની જવાબ્દારી આપણા સૌની સરખી છે. તાળી હમેશાં એક હાથે ના પડે. હજારો વર્ષોથી આપણા પૂર્વજો આપેલા બલીદાનોને વિસરવા એ આપણી પડતીનું સૌથી મોટું કારણ હશે. વિરાશતને કોરાણે ના મુકી શકાય. આપણી ખાનદાની, સ્વભાવગત અને ખુમારીને ભુલાવી દેવી એ આપણી ભુલોની મોટી ભુલ ગણાશે. જય હો. તારીખ: ૦૭-૦૯-૨૦૧૬ નોધ. આ લેખની કોઈએ કોપી કરવી નહિ. આ લેખને અન્ય મુકવો હોય તો લેખકના નામ અને તારીખ તેમજ મોબાઈલ સાથે કોપી કરીને મુકવો. પુનઃ સંપાદન તા. ૨૬/૦૬/૨૦૧૮ By ભવાન સિંહ ઠાકુર at જૂન 07, 2018

આશાવલ યા કર્ણાવતી

આશાવલ યા કર્ણાવતી વિદાય લેતા વિક્રમ સંવત-2074 અને સમૃદ્ધિના અપાર ભંડારો સાથે દેદીપ્યમાન સુરજ દેવા કિરણોથી સજાયેલ માં ધરતીમાતાના ખોળાને ખૂંદવા ફરીથી વિક્રમ સંવત-2075 ના સુપ્રભાતે વંદન કરીને સમાજના સૌને ઝાયણીના ઝવાર સાથે ઝાઝા કરીને રાંમ રાંમ અને નવવર્ષ સૌના માટે અનેક આશાઓના ઉજળા ભવિષ્યનું નિર્માણ કરે એવી શુભ કામનાઓ। મિત્રો આજે આપણે હાલના અમદાવાદ અને પૂર્વકાળમાં જેનું નામ આશાવલ કે કર્ણાવતી હતું એવા ગુજરાતના આ સૌથી મોટા શહેર વિષે જાણીયે। કોઈપણ સમાજ હોય કે ગામ હોય કે જાતિ હોય એનો ઇતિહાસ જાણવો જરૂરી હોય છે. તો મિત્રો ચાલો આપણે હાલના અમદાવાદ કે કર્ણાવતી કે આશાવલ વિષે ઐતિહાસિક મહત્વને જાણીયે। હાલમાં અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાનો વિચાર વહેતો થયો છે તો આ બાબતે આપણે કરણાવતી- આશાવલી નગર ની ઐતિહાસિક માહિતી મેળવીયે। આજથી એક હજાર વર્ષ પૂર્વે હાલનું અમદાવાદ એટલે કે આશાવલ નામનું આ નગર એક સમૃદ્ધ નગર હતું। આશા નામના ભીલોના રાજા એ આ નગરની સ્થાપના લગભગ અગિયારમી સદીમાં કરેલી હતી. આથી આશા નામના ભીલ રાજાના નામ ઉપરથી હાલના અમદાવાદનું નામ આશાવલ રાખવામાં આવ્યું હતું। ગુજરાતમાં રાજપૂત રાજાઓનું શાસન આવ્યું એ પહેલાં ગુજરાતમાં ભીલ અને કોળી રાજાઓના રાજ્યો હતાં એવા ઘણાં ઐતિહાસિક પુરાવા જોવા મળે છે. એ સમયના પાટણ અને ખંભાતથી ઉત્તર ગુજરાતની એક સારું અને સમૃદ્ધ નગર હતું। પુરાતત્વ વિભાગ દ્વારા સંશોધિત થયેલ પુરાવા મુજબ આશાવલ નગરની સ્થાપના અગિયારમી સદીમાં ભીલ રાજા આશા ભીલે સાબરમતી નદી કિનારે કરેલ હતી. આશાવલ નગરમાં બ્રાહ્મણ અને જૈન ધર્મના મંદિરો હતા. એ સમયે અણહિલવાડના સોલંકી રાજાએ આશા ભીલ સામે યુદ્ધ જાહેર કરેલું। આશાવલ ઉપર ચડાઈ કરીને અણહિલવાડના સોલંકી રાજા કર્ણદેવે આશા ભીલ ને પરાસ્ત કરેલો ત્યારબાદ આશાવલ નગરનું નામ રાજપૂત રાજ કર્ણદેવે પોતાના નામ ઉપરથી કર્ણાવતી કરેલું। સોલંકી રાજાઓનું રાજ્ય લગભગ 13મી સદી સુધી ચાલેલું। ત્યારબાદ કર્ણાવતી નું શાસન ધોળકાના વાઘેલા કુળના રાજાઓના હાથમાં આવ્યું। ત્યારબાદ 1411 માં ગુજરાતમાં મુસ્લિમ શાસકોના આક્રમણો થવાથી મુસ્લિમ સુલતાન અહમેદ બેગડાએ આશાવલ-કર્ણાવતી નું નામ બદલીને પોતના નામ ઉપરથી અહમદાબાદ કરી નાખેલું। મુસ્લિમ શાસકો તલવારની ધાર ઉપર સત્તા હાંસલ કરતા હતા એ જાહેર છે. આમ હજારો વર્ષોથી મૂળ ભારતના નિવાસી રાજાઓના નામ ઉપથી ગુર્જર ધરાના આ ઐતિહાસિક નગરનું નામ તલવારની ધાર ઉપર સુલતાને અહમદાબાદ કરી નાખેલું। એ સમયે મુસ્લિમ શાસકો સામે કોઈપણ ક્ષત્રિય રાજા એ એક થઈને સંપ કરીને સામનો કરેલો હોય એવું જણાતું નથી. જો એ સમયના ભીલ રાજાઓ અને રાજપૂત રાજાઓ એક થઈને મુસ્લિમ આક્રમણકારીઓ સામે પડ્યા હોટ કે પ્રતિકાર કર્યો હોત તો કદાચ હાલનું અહમદાબાદ, આશાવલ કે કર્ણાવતી જ હોત। પરંતુ આપણી કમનસીબી એ હતી કે એ સમયે ત્યારના રાજપૂત અને ભીલ રાજાઓ પણ એક બીજા સામે લડવામાં અને એકબીજાના રાજ્યો પડાવી લેવામાં જ મસ્ત હતા. કહેવાય છે કે જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહમદશાહને શહર બસાયા આ કહેવત ઉપરથી અહમદ બેગડાએ અહીં અહમદાબાદ ની સ્થાપના કરેલી. પરંતુ આ કહેવત અસ્તિત્વમાં આવી એ પહેલા પણ આશાવલ ના ભીલ પ્રજા પહેલેથી બહાદુર અને ચતુર હતી. આપણે હંમેશા પરદેશી આક્રમણકારીઓ ના ગુલામ થતા આવ્યા છીએ જેના કારણે કેટ્લીક કહેવતોના પણ ગુલામ થતા આવ્યા છીએ. જે દેશ અને જે પ્રદેશની પ્રજા હજારો વરહોથી ચતુર અને બાહોશ તેમજ લડાયક હતી જ। તો પછી શા માટે આપણે સુલતાઓની ગુલામીમાંથી બહાર આવતા નથી. આ દેશમાં આર્યો આવ્યા એ પહેલાં ભીલ પ્રજા આવી હતી. સમગ્ર ભારત વર્ષમાં ભીલ રાજાઓના રાજ્યો અસ્તિત્વમાં હતા. પરંતુ આપણી માનસિકતાના કારણે એક લડાયક અને દેશપ્રેમી જાતિને પ્રજાને આપણા શાસકોએ બાજુ પર એટલે કે હાંસિયામાં ધકેલી દીધી। નીચી દેખાડવા માટે આવી બાહોશ અને લાડયાક પ્રજાને અપમાનિત કરવામાં આવી. જેના કારણે ભીલ અને રાજપૂત રાજાઓ એકબીજાના કાયમી દુશ્મનો બનવા લાગ્યા। પરિણામ એ આવ્યું કે ભીલ પ્રજા રાજ્યસત્તામાંથી બહાર ફેંકાઈ ગઈ. રાજપૂત રાજાઓ શાસકો બન્યા અને છેલ્લે આપણે લગભ આઠસો વર્ષ સુધી પરદેશી આક્રમણકારીઓના ગુલામ બન્યા। બાકી જો ભારત વર્ષની આદિ જાતિઓનો જે તે સમયના રાજાઓએ સૈનિકો કે રાજ્ય રખેવાળો તરીકે કે પછી રાજ્ય ભાગીદારીમાં ઉપયોગ કર્યો હોત તો કદાચ ભારત ગુલામ ના બન્યું હોત. આજે આપણે જેને ભીલ કે કોળી તરીકે ઓળખીયે છીએ એ વાસ્તવમાં એક મહાન અને લડાયક પ્રજા છે. ભારતના મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યની સેનામાં એ સમયે વિશાળ સમુદ્રી સેના હતી. એ સમુદ્રી સેનામાં બીજા કોઈ નહિ પણ આપણે જેને કોળી, ખારવા કે માછીમારો કહીએ છીએ એ પ્રજાના મહાન યોદ્ધાઓ હતા. શિવાજી છત્રપતિ ના સેના નાયક વીર તાનાજી માલસુરે પણ કોળી- ખારવા સમાજના યોદ્ધા હતા. મિત્રો કદાચ ઘણા બધાને ખબર નહિ હોય કે તાનાજી માલસુરે પોતાના પુત્રના લગ્નના શરણાઈના ઢોલ વાગતા હોવા છતાં પણ, શિવાજી મહારાજના એક સંદેશાથી કોંડાણા ના કિલાંને જીતવા માટે યુદ્ધ કરવા પહોંચેલા। એ જ રીતે મહારાણા પ્રતાપની સેનાના સેનાપતિ પણ ભીલ સમાજના પુંજાજી રાણા ભીલ હતા. હજારો વર્ષ પહેલા પણ ભગવાન રામને મદદ કરનાર મોટા ભાગના ભીલ જાતિની પ્રજા હતી. પાંડવો ને વનવાસ દરમ્યાન સૌથી વધારે મદદ જંગલની વનવાસી પ્રજાએ કરી હતી. આજે આપણે જેને વીર અને દૈવ પુરુષ તેમજ ભગવાન તરીકે જેને પૂજીએ છીએ અને આપણી પેઢી માટે માનતાઓ કે બાધાઓ માનીએ છીએ એ મહાભારતના મહાન યોદધા એવા બળિયા દેવ કે બર્બરિક દેવ એ પણ ભીલ માતાના સંતાન હતા. કુરુવંશ જેનાથી આગળ વધ્યો એ વેદવ્યાસના માતા પણ એક નાવીકના સંતાન હતા. મિત્રો મૂળ વાત ઉપર આવીયે તો હાલના અમદાવાદના નામ બાબતે છેલ્લા 20 વર્ષથી નામ બદલવાની વાતો વહેતી થયેલી છે અને એ બાબતો પ્રત્યે જે તે સમયે યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલી છે. આથી અહમદાબાદ નું નામ કર્ણાવતી કે આશાવલ જે ભૂતકાળમાં હતું એ નામ થવું જરૂરી છે। કારણ કે અહમદબાદ નામ ગુલામીનું પ્રતીક છે. તલવારનીની ધાકથી રાખવામાં આવેલ નામ છે. આથી હાલના અહમદાબાદનું નામ બદલીને આશાવલ કે કર્ણાવતી રાખવામાં આવે એવી સમસ્ત મૂળનિવાસી ગુજરાતી પ્રજાને પોતાના રાજાઓની જાહોજલાલી પ્રત્યેની યાદ ને કાયમ માટે પોતાના માણસપટલમાં માન સન્માન સાથે જોડાયેલી રહેશે। આપણે ગુલામીના એક કાળામાંથી બહાર આવીશું। માટે કર્ણાવતી નામ રાખવામાં આવે એ આજના સમયની તાતી જરૂરિયાત છે. કર્ણાવતી નામ આપણા શાસકો સાથે જોડાયેલી સ્મૃતિ છે. સંસ્કૃતિ છે, ધરોહર છે. ઇતિહાસ છે. ભીલ રાજાઓ હોય કે રાજપૂત રાજાઓ હોય, છેવટે તો મૂળનિવાસીઓ નો હક બને છે કે પોતાના પૂર્વજો ના ઇતિહાસને સરકાર પણ, આપણી ધરોહર ને ક્યાંક કાયમી સાચવી રાખે અને સાથે સાથે આપણે પણ આવી ધરોહર કે અસ્મિતાને સાચવી રાખવા માટે વર્તમાન શાસકોને મદદ કરીએ એવું મારું માનવું છે. મારુ અંગત માનવું છે કે ગુજરાતના અન્ય શહેરો જેમકે વડોદરાનું વડોદરા જ હોવું જોઈએ, બરોડા નહિ, ખેડા નું ખેડા જ રહેવું જોઈએ ખૈરા નહિ, ભરૂચનું બ્રોચ ના હોવું જોઈએ, મહેસાણાનું મહેસાણા જ હોવું જોઈએ, મેહસાણા નહિ, કચ્છનું કટચ ના હોવું જોઈએ। આપણે જાણી જોઈને ગુલામીના માનસમાંથી બહાર આવવા માંગતા નથી કારણ કે આપણે વધુ પડતા શિક્ષિત થઇ ગયા છીએ. ગુજરાતના શાસકોના જાહોજલાલી અને સમૃદ્ધિના પ્રતીક સમા આપણા પૂર્વજીની કાયમી ઓળખાણ ને અમર બનાવવું હોય તો આશાવલ કે કર્ણાવતી રેકોર્ડમાં હોવું જરૂરી છે, અહમદાબાદ નહિ. જય ભવાની। તારીખ। 09-11-2018 લેખન અને સંપાદન : શ્રી ભવાનસિંહ ઠાકુર શુક્રવાર સંપર્ક સેતુ : 9427063224

ઠાકોર યા ઠાકુર સંદર્ભ

ઠાકોર યા ઠાકુર સંદર્ભ કહેવાય છે કે ભારત દેશમાં એકતામાં વિવિધતા અને વિવિધાતામાં એકતા જોવા મળે છે. આ સર્વથા સનાતન સત્ય છે. સાંસ્ક્રુતિક એક્તાથી આખો દેશ અકજુથ છે. જન્મથી લઈને મૃત્યુપર્યાન્ત સંસ્કારોમાં પણ આશ્ચર્યજનક સમાનતા જોવા મળે છે. એજ રીતે દૈનિક જીવન, રહેણી કરણી, અને વ્યવહારોમાં પણ સમાનતા જોવા મળે છે. આ છે ભારતની સંસ્કૃતિ. સૌથી અગત્યની સમાનતા જોવા જઈએ તો ગુજરાત અને રાજસ્થાન તો એક બીજા સાથે મળી ગયા હોય એવી સંસ્કૃતિ છે. એમાય ખાસ કરીને ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તો તમામ દ્રષ્ટિએ એકબીજાની સમાનતાની નજીક છે. પહેરવેશ, બોલી વિગેરે માં સમાનતા જોવા મળે છે. આમ રાજસ્થાન અને ગુજરાતની સંસ્કૃતિ તો પ્રાયઃ એક જ છે. રાજસ્થાન અને ગુજરાતની ઐતિહાસિક, સાંસ્ક્રુતિક અને ભૌગોલિક તેમજ રાજકીય વિવરણ અંગ્રેજ ઈતિહાસકાર એલેકઝાંડર કિનલોક ફાર્બસ ને પોતાના ગુજરાત અને રાજસ્થાનન પુસ્તકોમાં કરેલું જોવા મળે છે. અટકો અને જાતિવાચક સમૂહો અને પેટા સમૂહો ની પણ ગુજરાતમાં એક આગવી ઓળખ છે. બ્રાહ્મણ, ક્ષત્રિયા, વૈશ્ય અને સેવક એમ ચાર વરણોમાં વિભાજિત હિન્દુ સમાજમાં અનેક અટકો અને પેટા અટકો તેમજ સમૂહો અને પેટા સમૂહો છે. અને એમાય પણ દરેક વર્ણ ના પોતાના અનેક ગોળ પણ અસ્તિત્વમાં આવેલા છે. અને એ ગોળ પ્રમાણે પોતાના સામાજિક દરજ્જાઓ મુજબ વ્યવહારો કરવામાં આવતા હોય છે. આજે આપણે ક્ષત્રિય સમાજ અને એના વાડાઓ – વિભાજનો , અટકો , પેટા અટકો વિષે ચર્ચા કરીયે તો મૂળ લગભગ છઠ્ઠા સાતમાં અમલમાં આવેલા ૩૬ કુળ માં જે જે શાખાના ક્ષત્રિયો અને વર્ગો હતા એનામાં અનેક ગણો વધારો થયેલો જોવા મળે છે. આજે એકલા ગુજરાતમાં જ ક્ષત્રિય સમાજ ૧૧૦ કે એના કરતાં વધુ અટકો અને પેટા અટકોમાં વિસ્તારીત થઈ ગયો છે. મૂળ ક્ષત્રિય શબ્દમાથી આજે રજપૂત , ઠાકોર, દરબાર, વિગેરે જેવા સમૂહો અસ્તિત્વમાં આવ્યા છે. ક્ષત્રિય સમૂહોના આ વર્ગો કોઈક ને કોઈક રીતે એક બીજા સાથે સંકળાયેલા છે. ક્યાક સામાજિક રીતે તો ક્યાક લગ્ન વ્યવહારો થકી. ક્ષત્રિયો વિષે અનેક ઈતિહાસકારોએ ઐતિહાસિક સંદર્ભો થકી પોતાના અભિપ્રાયો અને મંતવ્યો દ્વારા વિસ્તૃત લખાણો પ્રસ્તુત કરવામાં આવેલા છે. એ બાબતે આપણે ઊંડા ઉતરતા નથી. પરંતુ આજે આપણે “ ઠાકોર “ શબ્દ વિષે થોડી ચર્ચા કરીશું. ખાસ કરીને “ ઠાકોર “ શબ્દ ગુજરાત અને એમાય ખાસ કરીને ગુજરાતની ઉત્તર બાજુ એ વધુ પ્રચલિત છે. ઠાકોર શબ્દ થકી ગુજરાતમાં એક સમાજ અસ્તિત્વમાં આવેલો હોય એવું જણાય છે. ઠાકોર એ કોઈ સમાજ નથી પરંતુ ગામધણી કે કોઈ રાજ્યના વડા માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો. આજે મોટે ભાગે ઉત્તર ગુજરાત ના વિસ્તારો અને ખાસ કરીને બૃહદ મહેસાણા જીલ્લામાં ઠાકોર અટક સૌથી વધારે પ્રમાણમાં પ્રચલિત છે. આ વિસ્તારના ઠાકોરો પોતાની મૂળ શાખ લખવાને બદલે હવે ફક્ત ઠાકોર અટક અને પેટા જાતિ બંને એકજ લખાવે છે. ઠાકોર અટક લખાવાનું ક્યારથી અમલમાં આવ્યું એમાં ઘણા મતમતાંતરો છે. વહીવંચા બારોટ અનેક લખાણો માં ઠાકોર શબ્દ નો ઉલ્લેખ જોવા મળે છે. અંગ્રેજો શાસનકાળ દરમ્યાન અને રાજાવીઓને ઠાકોર સાહેબ કે ઠાકોર તરીકેના દરજ્જા આપવામાં આવેલા છે. એક કથન મુજબ ભગવાન શ્રી ક્રુષ્ણ ને પણ ઠાકોર શબ્દથી નવાજમાં આવેલા છે. આમ જોવા જઈએ તો ઠાકોર શબ્દ એ કોઈ જાતિ સાથે સંકળાયેલો નથી પરંતુ એક પદવી કે ઉપાધિ છે. માણવાચક શબ્દ છે, મોભો છે, અને આમ આ શબ્દ વજનદાર અને પ્રભાવ પાડે એવો છે. પદવી કે મોભા સાથે સંકળાયેલો આ શબ્દની ઉત્પતિ બાબતે ચર્ચા કરીએ તો મૂળ ઠાકોર શબ્દ, હિન્દી શબ્દ “ ઠાકુર” ઉપરથી ઉતરી આવ્યો છે. ઘણા બધા વિદ્વાનો એ ઠાકુર શબ્દ માટે સંસ્કૃત્ત શબ્દ “ઠકકુર” ની કલ્પના કરી છે. “ ઠાકુર “ શબ્દ કોઈ પ્રદેશના અધિપતિ, નાયક, સરદાર, જમીનદાર, ગામના ધણી, સ્વામી, ઈશવાર, પરમેશ્વર,ભગવાન વિગેરે અનેક અર્થોમાં વ્યવહૃત થાય છે.(તુલસીદાસ અને જાયસીએ પણ અનેકવાર ઠાકુર શબ્દનો પોતાના પદોમાં ઉપયોગ કરેલો છે. ) તુર્કી ભાષાના “તેગિન” શબ્દ યુપરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ થાય છે, સ્વામી યા માલિક. મહાન ઈતિહાસકાર ડો સુનીત કુમાર ચાટુર્જી “ઠાકુર” શબ્દ ને “ તેગિન” શબ્દમાથી વ્યુપ્ત થયેલો માને છે. ભાષા વિજ્ઞાનના અધ્યેયતા આ વાતને ભલી ભાતી માને છે કે શબ્દોના ગ્રંથોમાં જેવી રીતે ઉત્કર્ષ થાય છે એમ અપકર્ષ પણ થતું હોય છે. ઈશ્વર યા સ્વામી ના અર્થમાં પ્રયુક્ત “ ઠાકુર” શબ્દ બંગાળના પરિપેક્ષ્યમાં જોઈએ તો ત્યાં “ રસોઈયા” માટે પ્રયોજવામાં આવે છે. રાજસ્થાન બાજુ “ નાયી” જાતિના લોકો પણ “ઠાકુર” યા “ ઠાકોર” શબ્દનો ઉપયોગ કરે છે. (મરુભારતી , એપ્રિલ 1960, વર્ષ 8 , અંક 1, પુષ્ટ-132 ) “ઠાકુર” શબ્દ ને ડો. સુનીત કુમાર ચાટુર્જી કહે છે કે, તુર્કી ભાષા ના "તોગિન" શબ્દ ઉપરથી ઉત્પન્ન થયેલો માને છે પરંતુ ઠાકુર શબ્દ તેગિન ઉપરથી ક્યારે અને કેવી રીતે બન્યો અને ભારતના પશ્ચિમ ભાગમાંથી પૂર્વ ભાગ બાજુ કેવી રીતે ફેલાઈ ગયો, એ વિષે કેમ કોઈએ કેમ વિચાર્યું પણ નથી ? ઠાકુર શબ્દ તુલસીદાસ અને અને જાયસી જેવા વિદ્વાનોના સમય પહેલાં પણ અધિક પ્રાચીન છે. અને દસમી સદી યા સંભવતઃ તેનાથી પણ પૂર્વેના કેટલાક શિલાલેખોમાં ઠાકુર ઉલ્લેખ મળી શકે છે. તેમજ અનેક ક્ષત્રિયેતર જાતિઓ પણ છે. કુવલય માળા કથા ( રચનાકાળ-૭૭૮ ઇ.સ. ) માં એક જીર્ણ ઠક્કુર(ઠાકુર) નું રોચક વર્ણન છે. આ કથાના વર્ણન મુજબ તેનો પુત્ર એટલો સ્વમાની હતો કે વાત વાતમાં નાની નાની વાતોમાં પણ તલવાર ઉપાડતો હતો. હરિભદ્ર સૂરી ( સન. ૭૦૦-૭૦૧ ) એ પણ “ સમરાઈન “ વાર્તામાં ઠકકુર શબ્દ નો પ્રયોગ કરેલો છે. આથી એતો પ્રમાણિત થાય છે કે આઠમી સદીમાં ઠકકુર ( ઠાકુર) શબ્દનો પ્રયાપ્ત પ્રચાર થયેલો છે. આમ કહી શકાય કે ઠકકુર વિદેશી નથી પણ ભારતીય છે. ( ડો. દશરથ શર્મા – મરુભારતી 1960 ) ગુજરાતમાં વપરાતો ઠાકોર શબ્દ "ઠાકુર" શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. ઠાકુર ઉપરથી ઠાકોર થયું અને ઠાકોર નું અપભ્રંશ ઠાકરડ(ઠાકરડા શબ્દ લખવા કે બોલવા પર ગુજરાત સરકારશ્રી એ પ્રતિબંધ મુકેલ છે તેમ છતાં ઐતિહાસિક પ્રમાણો ના સંદર્ભમાં અહી ઉલ્લેખ થયો કરવામાં આવ્યો છે) પણ થયું છે. ગુજરાત સરકારના ૧૯૭૪ માં રચાયેલા બક્ષિપંચ ના અહેવાલમાં આર્થિક રીતે પછાત રહી ગયેલા સમાજ કે વર્ગ સમૂહોને સરકારી યોજનાઓ અને નોકરીઓમાં લાભ આપવા અને સમાન હક્કો મળી રહે તેમજ સમાજિક દરજ્જો પણ જલવાઈ રહે એ માટે ૧૯૭૮ ના ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગના ઠરાવથી લાભાન્વિત કરવામાં આવેલ છે. એ જ રીતે ભારત સરકારે પણ લાભો આપવા માટે સમસ્ત ઠાકોર સમાજને ઓબીસી વર્ગમાં સમાવેશ કરેલો છે. જે વર્ગોએ ઓબીસી નો લાભ નથી લીધો એ વર્ગોને સરકારી યોજનાઓથી વંચિત રહેવું પડે છે. પૂર્વે પોતાની ક્ષત્રિય શાખ લખાવતા હતા આજે મોટે ભાગે ઠાકોર અટક લખાવતો ક્ષત્રિય સમૂહ વર્ગ ઉત્તર ગુજરાત બાજુ વધુ જોવા મળે છે. ઐતિહાસિક કથનો મુજબ પોતાના પૂર્વજોના મોભા અને પદવી ને આધીન રહીને પોતાના બાપ દાદાઓની પદવી કે મોભાને વળગી રહીને પોતાની ઓળખ કે અટક “ ઠાકોર” તરીકે આપે છે. ભગવાન શ્રી ક્રુષ્ણ માટે પણ ઠાકોર શબ્દ વપરાય છે, “ડાકોર નો ઠાકોર" ક્યાક ઠાકોર નું અપભ્રંશ ઠાકર પણ થયું છે અને કાળિયો ઠાકર એમ પણ પ્રયોજન થાય છે. વર્તમાનમાં આ સમૂહોના ઘણા વર્ગો રજપૂત અને દરબાર તરીકે પણ પોતાને ઓળખાવે છે. આમ જે પણ કારણ હોય શકે, પરંતુ સ્વામાની અને લડાયક એવી આ પ્રજા પોતાને ઠાકોર તરીકે ઓળખાવામાં ગર્વ અનુભવે છે. મોટે ભાગે હવે ઠાકોર શબ્દ જાતિવાચક થયેલો જોવા મળે છે. સંભવતઃ આગલા ૨૫ વર્ષ પછી કોઈપણ ક્ષત્રિય ની ઓળખાણ ફક્ત ઠાકોર શબ્દ થકી જ રહેશે. એનું કારણ એ છે કે હવે તમામ સમાજો પોતાની ઓળખાણ, પરમાર, સોલંકી, ચૌહાણ, વાઘેલા, મહિડા, ડાભી, મકવાણા,જાદવ, વિગેરે થી આપે છે. બીજી રીતે એમ પણ કહી શકાય કે ઠાકોર શબ્દનો જેટલો વધુ વિસ્તાર થશે એમ સમાજનો વિસ્તાર પણ થશે અને સમાજ સંગઠિત પણ થશે. જય હો. સંદર્ભ : સાંસ્ક્રુતિક ગુજરાત, અનુવાદિત લેખક : ગોપાલ નારાયણ બહુરા (૧૯૮૩) ભવાનસિંહ ઠાકુર. શ્રાવણ વદ- આઠમ (૮) સંવત -૨૦૭૫, તા. ૨૪-૦૮-૨૦૧૯

✦ છત્રીસ રાજપૂત કૂળોથી વિકસેલી વર્તમાન શાખાઓ ✦ વિખૂટા પડ્યા, પરંતુ મૂળ એક — ક્ષત્રિય ગૌરવનો જયઘોષ માનનીય મહેમાનો, વંદનીય વડીલો, શૌર્યભર્યા ય...