ભગવાન શ્રી ક્રુષ્ણ ગીતાના ૧૩ માં શ્લોકમાં કહે છે કે,
चातुर्वर्ण्य मया सुष्ठम गुणकर्मविभागश: ।
तस्य कर्तारमपि मां विध्दियकर्तारमव्ययम ॥
સારાંશ : - ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્માનુસાર માનવ-સમાજના ચાર વર્ણોની રચના મે કરી છે. જો કે હું આ વ્યવસ્થાનો સ્ષ્ટા છુ, તેમ છતાં અધિકારી હોવાથી હું અકર્તા છુ.
ભગવાન દરેક વસ્તુના રચઈતા છે. દરેક વસ્તુ તેમનામાથી જ ઉદભવે છે અને દરેકનું તેમના દ્વારા પાલન થાય છે અને પ્રલય પછી દરેક વસ્તુ તેમની અંદર લય પામે છે. તેઓ જ સમાજ- વ્યવસ્થાના ચાર વર્ણોના સર્જક છે. જેમાં સરવા પ્રથમ બુદ્ધિમાન વર્ગ આવે છે જે સત્વગુણ પ્રધાન હોવાથી પારિભાષિક રીતે બ્રાહ્મણ કહેવાય છે. બીજો વર્ગ શાસનકર્તાઓનો હોવાથી ક્ષત્રિય કહેવાય છે. વૈશ્ય વર્ગ રજોગુણ અને તમોગુણના મિશ્રગુણમાં સ્થિત હોય છે. જ્યારે શુદ્રો અર્થાત શ્રમિક વર્ગના લોકો ભૌતિક પ્રકૃતિના તમોગુણમાં રહેલા હોય છે. મનુષ્ય સમાજના આ ચાર વરગોનું સર્જન કરવા છતાં ભગવાન શ્રી ક્રુષ્ણ આમાંના કોઈપણ વર્ગમાં કે વિભાગમાં નથી. ભગવાને ચાર વર્ણોની રચના એટલા માટે કરી છે કે મનુષ્ય ને પશુ કક્ષામાંથી ઉન્નત કક્ષામાં લઈ જઇ શકાય. દરેક ને પોતાના કર્મો પ્રમાણે અસ્થાયી રીતે વિભાજિત કરી વર્ણોની રચના ભગવાને કરેલી છે. જેથી કોઈપણ મનુષ્ય પોતાની રીતે કર્મ કરીને મહાન બની શકે. જો બ્રાહ્મણ હોવા છતાં પણ તેનામાં સત્વગુણ ના હોય તો એ બ્રાહ્મણ ના કરી શકાય એજ રીતે જો કોઈ ક્ષત્રિય હોય અને તેનામાં અન્ય સમાજો પ્રતે લાગણી કે માન સંમાનની ભાવના ના હીય કે બીજાનું રક્ષ્ણ કરવાના ગુણો ના હોય તો એ ક્ષત્રિય કહેવાને લાયક નથી.
મિત્રો આજે આપણે સૌ ક્ષત્રિય હોવાની વાત કરતાં હોઈએ છીએ, ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે એ બાબતે પણ વિચારવું જોઈએ કે આપણામાં ક્ષત્રિય તરીકેના કેટલા ગુણ છે અને અને એ ગુણો નો આપણે કેટલો ઉપયોગ કરીએ છીએ ? આપણે આપણાં કર્મને ભૂલી ગયા છીએ. આપણે જેટલા શિક્ષિત થતાં જઈએ છીએ તેટલા જ આપણાં મૂળ કર્મો અને સિદ્ધાંતો થી દૂર થતાં જઈએ છીએ. આપણે ફકત આપણું જ વિચારતા થઈ ગયા છીએ. અન્યોનું અપમાન કરવું કે તેને હડધૂત કરવું એ એક સાચા ક્ષત્રિયની કર્મ નથી. આપણે અનેક વાડાઓમાં વિભાજિત થતાં જઈએ છીએ. એનું કારણ એ છે કે આપણે આપણાં મૂળભૂત સિધ્ધાંતોને બાજુ પર કરી દીધા છે. ભગવાન શ્રી ક્રુષ્ણ એ ગીતામાં કહેલાં સિન્ધાંતોને ભૂલી ગયા છીએ. ભગાવને પોતાના માટે ક્ષતિય , બ્રાહ્મણ , વૈશ્ય કે શુદ્દ્ર છું એવું ક્યારેય કહયું નથી, એ તો બધા જ વર્ણોના અભિયાનતા છે. ક્ષત્રિય પણ છે, બ્રાહ્મણ પણ છે અને વૈશ્ય તેમજ શુદ્ર પણ પોતે જ છે. આપણે આપણાં કાર્યો કરવામાથી પાછા હઠી જતાં હોય એવું થઈ રહ્યું છે. આપણે ક્ષત્રિય તરીકે પોતાને માનતા હોઈએ ત્યારે આપણે પોતે એક રક્ષકની ભૂમિકા અદા કરવી જરૂરી છે. આજે સમાજમાં અનેક ભાગલાઓ પડેલા છે, સમાજ કુરિવાજો અને ખોટા ખર્ચા માઠી બહાર આવી શક્યો નથી. દીકરીઓને પૂરતા હક્ક આપી શકતા નથી, દીકરી વિધવા થાય તો પુનઃ લગ્ન જેવા મધ્યયુગના રિવાજમાથી મુક્ત થઈ શકતા નથી, દારૂ અને વ્યસનો તેમજ જુગાર જેવા અધમ કૃત્યો ની જકડમાથી છૂટી શક્યા નથી, ભાઈ ભાઈ વચ્ચે અને પરિવાર પરિવાર વચ્ચેના ઝ્ગડાઓ વધતાં જાય છે, માતા પિતાની આજ્ઞાને અનુસરવાનું બંધ થતું જાય છે, આવા અને દુર્ગુણો થી આપણે ઘેરાઈ ગયા છીએ. આવા બધા દૂષણો ને મહાત કરવા એ પણ ક્ષત્રિય ધર્મ નો ઉદ્દેશ્ય જ છે. કોઈપણ સમાજ કે સંગઠન ત્યારે જ એક અને મજબૂત થઈ શકે છે, જ્યારે એ સમાજમાં સામાજીક વાડાઓ ના હોય, ઊંચનીચના બંધનો ના હોય, દીકરા - દીકરીઓને શિક્ષણ નો સરખો ભાગ હોય, સમાજ એકતા માટે ગોત્ર ભેદ કે જાતિ ભેદ ના હોય. આ બધા ભેદભાવો ને દૂર કરવા એ પણ ક્ષત્રિય ધર્મ નો જ સિંદ્ધાંત છે. એનું ઉદાહરણ ભગવાન શ્રીક્રુષ્ણ પોતે જ છે.
ભગવાને ગીતમાં જે જે કહ્યું છે એ પ્રમાણે વર્તન કરીએ, ઊંચનીચના ભેદભાવોને દૂર કરીએ, સમાજની મહિલાઓને સરખા અધિકારો આપીએ, કુરિવાજો ડૂયર કરવા આગળ આવીએ અને સમાજ પૂર્ણ રીતે શિક્ષિત બને અને સમાજના છેવાડાના વ્યકતીને સામાજિક પ્રક્રિયાનો લાભ મળે એવા કર્યો માટે આગળ આવીશું તો જન્માષ્ટના તહેવારની ઉજવણી કરીએ છીએ એ સાર્થક ગણાશે. જન્માષ્ટમી ની શુભ કામનાઓ. જય શ્રી ક્રુષ્ણ .
-: છત્રીસ રાજપૂત કૂલોમાંથી અલગ થયેલી વર્તમાન શાખાઓ : -
૧. અટલીયા ૨. અટોદરીયા ૩. અડાજણીયા ૪. અડીયલ ૫. આંબળા ૬. આંબળાવત ૭. ઉમટ ૮. કઠવાડીયા ૯. કારેલિયા ૧૦. કોસાડા ૧૧. કોસમિયા ૧૨. કોઠિયા ૧૩. કુંપાવત ૧૪. ખંગારોડી ૧૫. ખાચર ૧૬. ખેર ૧૭. ખેંગાર ૧૮. ગોથાણા ૧૯. ગોવિન્દાણી ૨૦. ગોહીલ ૨૧. ધરીયા ૨૨. છાસટીયા ૨૩. ચંપાવત ૨૪. ચન્દાવત ૨૫. ચાવડા ૨૬. ચૌહાણ ૨૭. ચુડાસમા ૨૮. જાદવ ૨૯. જાગીરદાર ૩૦. જાડેજા ૩૧. જેઠવા ૩૨. જેતાવત ૩૩. જોદ્ધા ૩૪. ઝાલા ૩૫. ઠાકોર ૩૬. ટાંક ૩૭. ડાભી ૩૮. ડોડીયા ૩૯. ડભોલિયા ૪૦. તરસાડીયા ૪૧. તવર ૪૨. તુંવર ૪૩. તુંવાર ૪૪. દરબાર ૪૫. પઢિયાર ૪૬. પઢેરિયા ૪૭. પુવર ૪૮. પરમાર ૪૯. પ્રાંકડા ૫૦. પિલુદરીયા ૫૧. બાકરોલા ૫૨. બોડાણા ૫૩. બિહોલા ૫૪. બારિયા ૫૫. બારડ ૫૬. ભાટી ૫૭. ભાટારા ૫૮. મંડોરા ૫૯. મકવાણા ૬૦. મસાણી ૬૧. મહીડા ૬૨. મહારાઉલ ૬૩. મહારાણા ૬૪. મહેચા ૬૫. માંગરોલા ૬૬. માટીએડા ૬૭. મિરોલિયા ૬૮. માતોજા ૬૯. મોરી ૭૦. મોટેડા ૭૧. રણા ૭૨. રાણા ૭૩. રાજ ૭૪. રાઠોડ ૭૫. રાઓલ ૭૬. રહેવર ૭૭. રાઉલજી ૭૮. રાયજાદા ૭૯. રાજપૂત ૮૦. લીમ્બોલા ૮૧. વણાર ૮૨. વશી ૮૩. વંશીયા ૮૪. વાંસદીયા ૮૫. વિરપુરા ૮૬. વાઘેલા ૮૭. વડોદરીયા ૮૮. વરણામિયા ૮૯. વણોલ ૯૦. વાળા ૯૧. વિહોલ ૯૨. સાણસિયા ૯૩. સોલંકી ૯૪. સિન્ધા ૯૫. સુરતિયા ૯૬. સિસોદીયા ૯૭. સગર ૯૮. સરવૈયા ૯૯. સોઢા ૧૦૦. સૂર્યવંશી ૧૦૧. શકતાવત ૧૦૨. શેખાવત ૧૦૩. હાડા ૧૦૪. ક્ષત્રિયા.
ઉપર જણાવેલ કૂળોમાંથી કેટલાક અસલ રાજપૂત શાખાઓ લખાવે છે જ્યારે કેટલાક કૂળો પોતાના પૂર્વજોના કાર્યો તેમજ કામો અને ગામો તથા તેઓને વારસામાં મળેલ પદવીઓ કે ઉપાધીઓના નામોથી પોતાના શાખો કે અટકો ધરાવે છે અને એ રીતે પોતાને ઓળખાવે છે.
ક્ષત્રિય ઠાકોર અને તેમનો ઇતિહાસ
આપણે આગળ જોઇ ગયા તેમ સામંતવાદના હજારો વર્ષો સુધી જેના પૂર્વજોએ સતત સંગ્રામ જ નિહાળ્યા છે, સતત સંગ્રામ જ ખેડ્યા છે, જેઓ સતત સંગ્રામ દરમ્યાન જન્મ્યા છે અને જીવ્યા છે અને સંગ્રામ દરમ્યાન જ વિરગતિ પામ્યા છે તેવી ગુજરાતની આ અતિ લડાયક અને શૂરવીર પ્રજાના વંશજો આજે તો ક્યાંક ઠાકોર તો ક્યાંક ધારાળા તો ક્યાક બારીયા કે બારૈયા તો ક્યાંક ઠાકરડા તો ક્યાંક પાટણવાડીયા તો ક્યાંક કોળી, કોળી દરબાર, ભીલવા દરબાર, ચુવાળીયા, તળપદા, રાજપૂત દરબાર, મોલેસલામ દરબાર કે રાજપૂત, જાગીરદાર કે ગરાસિયા કે કાંતો પાલવી ઠાકોર કે પાલવી દરબાર એવાં એવાં જૂદા જૂદા પંથકોમાં વસતા તેમના સમૂહો ઓળખાય છે. વાસ્તવમાં પૂર્વે રાજાઓ અને દેશી રજવાડાઓના રક્ષણ માટે પોતાના લોહી રેડીને બલિદાનો આ પ્રજાના પૂર્વજોએ આપેલા છે. આ પરિસ્થિતિ દરમ્યાન શત્રુના સૈન્યથી પરાજિત થયેલા રાજવીઓને ક્યારેક જંગલો અને ડુંગરોમાં આશ્રય લેવો પડતો હતો. અને લગ્ન વ્યવહારોથી માડીને અન્ય કરતા હતા. પણ સમાજમાં આને કારણે તેમનો દરજ્જા શુદ્ધ ક્ષત્રિયો કરતા ઊતરવા લાગ્યા. જેથી ઉપર જણાવ્યા મુજબના ઉંચ નીચના દરજ્જામાં આ શૂરવીર અને લડાયક વંશજો પેટા વર્ગોમાં વિભાજીત થઈ ગયા. આગળ જોઇ ગયા તેમ રાજપૂતોની છત્રીસ કૂળોની જાતિઓ આજે લગભગ ૧૦૫ કે તેથી વધારે કૂલોમાં વિભાજીત થવા પામી છે. આ અલગ થયેલી છત્રીસ કૂલોમાં ઠાકોર કૂળ પણ રાજપૂત જાતિમાંથી પૂર્વકાળમાં અલગ થયેલી જાતિ છે. ઠાકોર એ કોઇ જાતિ કે કોમની અટક નથી પણ ક્ષત્રિય સમાજનો એક વિશાળ સમૂહ છે. જેની અલગ અલગ રાજપૂત શાખાઓ પણ છે. આમાં પરમાર, સોલંકી, ડાભી, ચૌહાણ, રાઠોડ, વાઘેલા, જાદવ, ઝાલા, મકવાણા, પઢિયાર, ચાવડા, ગોહેલ, ભાટી વિગેરે શાખોથી પણ ઓળખાય છે. કેટલાક હવે ફકત ઠાકોર તરીકે ઓઅળખાય છે. તેમની અટકા શાખ એકજ ઠાકોર લખાય છે અથવા લખવામાં આવે છે. કેટલાક પોતાના પૂર્વજોના નામે તો કેટલાક પોતાના ગામોના નામોથી કે કેટલાક પોતાના પૂર્વજોના કાર્યોના નામે ઓળખાય છે. જેમાં ઉત્તર ગુજરાતમાં કેટલાક ડાભી ભટેસરીયા તરીકે, કેટલાક પરમારો વડનગરા તરીકે, કેટલાક પરમારો રભાતર પરમાર, કેટલાક મેવાસી તો કેટલાક સામંતો તરીકે ઓલખાય છે. મધ્ય ગુજરાતમાં કેટલાક સોઢા પરમાર કે પગી તેમજ ધારાળા તરીકે ઓળખાય છે. કેટ્લાક પાટણવાડીયા તરીકે પણ પોતાને ઓલખાવે છે. કેટ્લાક ચુવાળીયા તો કેટ્લાક ખાંટ તરીકે પણ જાણીતા છે.
ઠાકોર, ઠાકરડા, પાટણવાડીયા, ધારાળા, બારૈયા ચુવાળીયા વગેરેનો પ્રશ્ન કાંઇક રીતે જુદો પડે છે. આ કોમોના પૂર્વજોના હારવાથી, ભાગવાથી, યા ભાગલા પાડવાના કારણે આ લડાયક અને શૂરવીર ક્ષત્રિયોના આ વંશો વિકેન્દ્રિત થઈ ચારેકોર પ્રસરતા રહ્યા. કેટલાય તેમના કૂળના રાજાઓના રાજ્યો પૂર્વકાળમાં વિકેન્દ્રિત થતાં ગયાં. તેમના વંશજો તે મૂજબ વિકેન્દ્રિત થતાં ગયાં અને મોભો પણ ઊતરતો ચાલ્યો પણ અટકો તો યથાવત રહી અને મોટા કૂળો પ્રસંગોપાતા પોતે આવા કૂળોની કન્યા લેતા પણ હતા.
ઈ.સ.ની ૮મી સદીથી ૧૨મી સદી સુધી સર્વત્ર રજપૂત કૂળો છવાઈ ગયાં હતાં. તેમાં ગુજરાત અને રાજસ્થાનમાં તો રજપૂત કૂળો-ભીલો અને આદીવાસીઓ તેમજ કોળીઓ વચ્ચેની ભેદરેખા ભૂસાઈ ગઈ હતી. ઈસ્લામિક આક્રમણો અને મુસલમાન સલ્તનો સાથેના યુદ્ધોમાં પરાજિત રજપૂત રાજાઓને કોળી અને ભીલોના વિસ્તારોમાં વખતો વખત આશ્રયો લેવા પડતો હતો. અને તેમાં ભળી જવું પડતું અને તેમની મદદથી ફરી રાજસત્તા હાંસલ કરવા અથવા તો નવું રાજ્ય સ્થાપવા પ્રયત્નો થતાં પંચમહાલ, સાબરકાંઠા, અને બનાસકાંઠામાં ભીલો અને રજપૂતો વચ્ચે ભેદરેખા ન રહી. સાથે સાથે અમદાવાદ, વિરમગામ, મહેસાણા, ખેડામાં કોળીઓ-ભીલો અને રજપૂત કૂળો વચ્ચેની ભેદરેખા પાતળી બની ગઈ. શુદ્ધ ક્ષત્રિય કૂળનાં ગણ્યાં ગાંઠ્યાં રાજ્યાં રહ્યાં. તેમનો મોભો ઊંચો રહ્યો અને તે પછીના બીજા નંબરના રાજવી કૂળો અને રજપૂત કૂળો કે જે મહદ અંશે જે સ્થળે વસતી ભીલ,કોળી વગેરે પ્રજા સાથે ભળ્યા અને જૂદા જૂદા મોભા પ્રમાણે વિભાજીત થતા રહયાં. આમ તે સૌએ પોતાની રાજપૂત શાખ ટકાવી રાખી. આ વર્ગોમાં ઠાકોર, ઠાકરડા, કોળી, ખાંટ, ચુવાળીયા કોળી, પાટણવાડીયા, બારૈયા, ધારાળા, બારિયા, પગી વિગેરે છે. ક્ષત્રિયો મધ્યકાલિન યુગમાં રાજપૂત્ર તરીકે ઓળખાવા લાગ્યા. તેમાંથી રાજપૂત અને રાજપૂતમાંથી રજપૂત અપભ્રંશ શબ્દ રહ્યો. જોધપૂર અને તેની આસપાસનો વિસ્તાર રજપૂતોથી ઊભરાવા લાગ્યો. તે સમગ્ર વિસ્તાર રપૂતાના યા રાજસ્થાન તરીકે ઓળખાવા લાગ્યો. આ સિવાય મેવાડ, માળવા, તથા ઉત્તર ભારત, બિહાર, હિમાચલ, પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત વગેરે નાનાં મોટાં રાજ્યો જે મૂળે રાજપૂતોના હતાં, તે જ્યારે જ્યારે નબળાં પડતાં ત્યારે ઈતર કોમના સૈનિક તૂલ્ય પ્રજા અથવા તેના મૂખી, સરદારો, વિગેરે પણ રાજા થતાં ગયા. તેમાં ભીલ, ભીલાલા, રાજપૂત, ગરાસિયા, આહિર, ભરવાડ વિગેરે ભળતા ગયા અને તે સૌ પોતાને રજપૂત તરીકે ઓળખાવા લાગ્યા. નાનાં રજવાડાં ઠાકોર, ઠાકુર, દરબાર, પાલવી ઠાકોર, પાલવી દરબાર, ગરાસિયા તરીકે ઓળખાવા લાગ્યાં. મોટા રજપૂત રાજવીઓ તો અનેક રાણીઓ રાખતા,અને તેમને ગમે તે કૂળની કન્યા લેવાની છુટ હતી. આથી નિર્માણ થતી પ્રજા ક્યાંક રજપૂત તરીકે તો ક્યાંક રજપૂતની પેટા કોમ તરીકે નિર્માણ થતી ગઈ. આમ સમગ્ર રજપૂત વંશમાં પિતૃપક્ષે ક્ષત્રિયો વિશેષ રહ્યા જ્યારે માતૃપક્ષે અનેકવિધ કોમો સાથે ક્યાંક ક્યાંક સંકળાયેલા રહેતા. રાજપૂત શાખા કયા વંશમાં કાળવવામાં આવેલી છે તેની વિગત આપણે શરુઆતમાં જોઈ ગયા છીયે. આમ ઉત્તર ગુજરાત બાજુ ક્યાંક કોળી રજપૂત તો ક્યાંક ઝાલા મકવાણા, તો ક્યાંક પાલવી ઠાકોરો તો ક્યાકં પાલવી દરબારો યા ગરાસીયા દરબારો તો ક્યાંક ઠાકોર, ઠાકરડા, તો મધ્ય ગુજરાતમાં કોઇક ધારાળા, પાટણાવાડીયા, બારૈયા કે બારીયા વિગેરે નામે રજપૂત જૂથો પોતાના સ્થાનિક વિસ્તારમાં જુદા જુદા દરજ્જા મુજબ અલગ ઓળખાતા થયાં. બાકી જાડેજા, રાણા દરબારો, ગોહેલો, પરમાર, વાઘેલા, સોલંકી વિગેરેના કેટલાક રજપૂત કૂળો કે જેમને બીજા દરજ્જા યા કક્ષાના કૂળની કન્યાઓ ન લીધી તે પોતાને શુધ્ધ રાજપૂત કૂળના દર્શાવતા રહ્યા અને કેટલાકે એકાદવાર બીજા દરજ્જાના ગણાતા રાજપૂત કૂળની કન્યા લીધા પછી પૂન: પોતાનો પ્રથમ વર્ગના રાજપૂતનો દરજ્જો જાળવી રાખવા યથાવત રીતે પોતાના સમકક્ષ રાજવી કૂળની જ કન્યા લેવાની પ્રથા અપનાવતા. તેમણે પ્રથમ દરજ્જાના રાજપૂત ક્ષત્રિય કૂઑઅનો દરજ્જો જાળવી રાખ્યો. જે રાજ કરે તે રાજા અને તેના વંશજો, ભાયતો, સરદારો અને વંશ પરંપરાગત સૈનિક પ્રજા તે રાજપૂત પ્રજાયા રાજપૂત ક્ષત્રિયો ગણાતા આવ્યા છે. તેમનો વ્યવસાય જ પરંપરાગત સૈનિકનો હતો. પ્રજાની રક્ષા કરવાનો પોતાનો મુખ્ય વ્યવસાય હોવા છતાં શાંતિકાળમાં ખેતી, પાયદળ અને ઘોડેસ્વાર તરીકેની પણ ફરજો અદા કરતા હતા. જરુર પડે યુદ્ધ ખેલવું અને રક્ષા કાજે કાં ખપી જવું યા વિજયી થવું. આ છે. રાજપૂત કૂળોની આદી અનાદી કાળથી ચાલી આવતી પરંપરા. આ પરંપરા જાળવી રાખનાર રજપૂત પ્રજા સતત રાજ્યો, કૂળો અને પ્રાદેશિકતા મૂજબ વખતો વખત વિભાજિત થતી આવેલી છે. અને તે જૂદા જૂદા દરજ્જા પ્રમાણે જૂદા જૂદા નામે ઓળખાય છે તેમજ જૂદા જૂદા હક્કો ભોગવતી આવી છે. આમ મૂળે આ વંશો ક્ષત્રિયોના જ છે.
બ્રીટીશ સૈન્યો, મરાઠા સૈન્યો અને મુસ્લિમ સુબાઓ વચ્ચેનાં પ્રાદેશિક યુદ્ધોમાં અવાર નવાર માલિકીના વિસ્તારો માટે સરહદોની નોંધણી કરવામાં આવતી. અને આ નોંધણી ગુજરાતની નદીઓના કાંઠા વિસ્તારો મુજબ કરવામાં આવી. આવા વિસ્તારોને સાબરકાંઠા વિસ્તાર, બનાસકાંઠા વિસ્તાર, મહીકાંઠા વિસ્તાર, રેવાકાંઠા વિસ્તાર, તાપીકાંઠાનો વિસ્તાર, જ્યારી સૌરાષ્ટ વિસ્તાર મહદ અંશે રાજપૂત કૂળોની અટકો ઉપર ઓળખવામાં આવતો. જેમાં ઝાલાવાડ, ગોહીલવાડ, રાણા વિસ્તાર વિગેરે નામોથી ઓળખાતો. આ બધાનો ઉલ્લેખ જે તે એજન્સીઓમાં તથા રજવાડાના ઇતિહાસોમાં અને સર્વસંગ્રહોમાં લખાતો રહ્યો. આમ એકજ મુળના એવા આ છે ગુજરાતના ઠાકોરો, કોળી, રાજપૂતો, કોળી ઠાકોરો, ભીલવા ઠાકોરો, પાલવી-ઠાકોર-પાલવી દરબારો, રાજપૂતો, રાજપૂત ગરાસિયા, રાજપૂત દરબારો, પાટણવાડીયા, બારૈયા, બારિયા, ઠાકરડા અને ધારાળા. આમ તો અ બધી કોમો રજપૂત કોમો છે પરંતુ પોતાના મોભા અને માન મરતબાને કારણે એક બીજાને અલગ અલગ માને છે. રજપૂતો પોતાને અન્યો કરતાં સૌથી ઉંચા માને છે.
મુલકગીરી, વિઘોટી, ફરતી વિઘોટી, ગિરાસ કે ગરાસ, ગિરાસદારો, તાલુકદારી પ્રથા, જામા પદ્ધતિ, થાનેદાર પધ્ધતિ, ઈજારદારો, બારખળી પદ્ધતિ, ઈનામદાર, કામદાર, જીવાઈ, કામદાર, વાંટા, પઠ્ઠા, મલિકી, કસબાતી, ભોગવટો, સલામી, નજરાણાં, સનંદો, નરવાદારી, ભાગીદારી, વિગેરે પધ્ધતિઓને કારણે તેમજ આ બધી વેરા વસુલાતોને કારણે શોષણો થવાથી આ પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી. આમ ઉપર જણાવ્યા મુજબની આ લડાયક અને સ્વામનપ્રિય કોમોમાં ઉપર જણાવ્યા મુજબની વિવિધ વેરા પધ્ધતિઓના ગંભીરે પ્રત્યાઘાતો પડ્યા.તેનો પ્રતિકાર કરતાં કરતાં આ પ્રજા બળવા અને લૂંટફાટ તેમજ ધાડ તરફ વળી. સમગ્ર પ્રજા ગરીબ, બેકાર, ચોરી, કૂંટફાટ, દારુની બદીઓમાં સપડાટી ગઈ. આ છે પરંપરા આ લડાયક અને સ્વમાની કોમની દુર્દશા. આમ છતાં લડાયક અને ખમીર આ પ્રજામાંથી ગયું નથી. ક્યાંક અન્યાય થતો હશે યા સ્વમાન ભંગ થતો હશે તો વગર વિચારે ધારિયું લઈને ધસી જતાં આ પ્રજાને વાર લાગતી નથી. આમ એ બાબત તો સાબિત થય છે કે, પરદેશી આક્રમણકારીઓ, મોગલ, મુસ્લિમ સલ્તનતકાળ, મરાઠા સલ્તનત, બ્રીટીશ સલ્તનતની શોષણકારી અને દમનકારી નીતિઓને લીધે આ સમગ્ર સમાજ આર્થિક અને સામાજિક રીતે પછાત રહી જવા પામેલ છે.
ઠાકોર-દરબારો, પાલવી દરબારો, પાલવી- ઠાકોરો, કોળી ઠાકોરો વિગેરે એ તમામ મૂળે રજપૂત દરબારોના જુદા જુદા દરજ્જા કે મોભા દર્શાવતા ફાંટા છે. આ બધામાંય પ્રસંગોપાત એકબીજામાં લગ્ન વ્યવહારો જોવા મળતા આવેલા છે. હાલમાં પણ આવા વ્યવહારો જોવા મળે છે. હવે જ્યારે આર્થિક અને શૈક્ષણિક રીતે આ ક્ષત્રિયો થોડે ઘણે અંશે સદ્ધર થયા હોવાથી પોતાના દરજ્જા કે મોભાને બાબત ગૌણ બનવા લાગી છે. ઠાકોર અને ઠાકરડા તરીકે ઓળખાતા આ વર્ગો પણ મૂળે તો રાજપૂત વર્ગના ફાંટા છે. “ઠાકરડા” એ “ ઠાકોર” શબ્દનો અપભ્રંશ શબ્દ છે “ ઠાકોર” એ મૂળ હિન્દી શબ્દ “ठाकुर” ઉપરથી ઉતરી આવ્યો છે. તેમજ જે ગામનો ગામધણી ન હોય તે ગામના ઠાકોર દરબારો તળપદી ભાષા કે લોકભાષામાં ‘ ઠાકરડા ’ તરીકે ઓળખાતા હતા. ગામધણીઓ અને તે સિવાયના ઠાકોરવર્ગ વચ્ચે આ રીતે પાતળી ભેદરેખા વર્તાતી હતી. પોતાનો દરજ્જો ઉંચો જળવાઈ રહે તે માટે તેઓ પણ દરબારો સિવાયના ઠાકોરોને ઠાકરડા તરીકે ઓળખાવતા હતા. જેમ બામણ અને બ્રાહમણ વચ્ચે તેમજ વણિક અને વાણિયામાં કોઇ તફાવત નથી તેમ ઠાકોર અને ઠાકરડા વચ્ચે ભાષા સંબોધનનો ભેદ છે. ઠાકોર શબ્દ એ ક્ષત્રિયો માટે આદરભાવની પદવી છે.
આ હવે આ ક્ષત્રિય મહાજાતિની કેટલીક જાતિઓ પોતાની શાખ અને જાતિ એમ બન્નેમાં ઠાકોર અટક લખાવવા લાગ્યા છે. કેટલાક ઠાકોર હજુ પણ પોતાની રજપૂત શાખ પણ લખાવે છે. કેટલાક બ્રાહ્મણો પણ ઠાકોર અટક લખાવે છે. આ ઉપરાંત ભીલ નાયકો પણ ઠાકોર શબ્દ લખાવે છે. મધ્ય ગુજરાતના બૃહદ ખેડા જીલ્લાના ભાલેજ વિસ્તારના કેટલાક મુસલમાનો પણ ઠાકોર અટક લખાવે છે. પણ તેઓ હિન્દુ ધર્મમાં માનતા નથી. તેમનો ઇતિહાસ પણ મોલેસલામ ગરાસિયા જેવો છે. બ્રીટીશ સલ્તનત વખતે કેટલાક જુદા જુદા દેશી રજવાડાઓને અંગ્રેજોએ રાજ્યોના દરજ્જા પ્રમાણે સલામી આપવા માટે ઠાકોર સાહેબ કે ઠાકોરશ્રી એવા નામો આપેલા હતા. હવે સૌ પોતાને ઠાકોર તરીકે ઓળખાવે છે. રજપૂત કે ક્ષત્રિય ઠાકોરો મોટેભાગે ગુજરાતના તમામ વિસ્તારોમાં જુથ પ્રમાણે વસવાટ કરે છે. ઉત્તર ગુજરાત બાજુ વસતા આ ક્ષત્રિયો પોતાને મોટેભાગે ઠાકોર તરીકે જ હવે ઓળખાવે છે. તેમનામાં મોટા ભાગના પરમાર, સોલંકી, ઝાલા, મકવાણા, ચૌહાણ, વાઘેલા, ડાભી, વિગેરે રજપૂત અટકો કે શાખો ધરાવતા જોવા મળે છે. જ્યારે મધ્ય ગુજરાતના આ ક્ષત્રિયો ઝાલા, પરમાર, ડાભી, સોલંકી, ગોહેલ, ચાવડા, વાઘેલા, જાદવ, ખાંટ, પગી જેવી શાખ લખાવે છે. સ્થાનિક બોલીમાં કેટલાકને દરબાર, બારૈયા કે બારીયા, ઠાકોર કે પાટણવાડીયા તરીકે બોલાવાય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ તમામ મૂળે તો રજપૂત ક્ષત્રિય છે. આ બાબતે વિગત વાર આપણે આગળ જોઇશું. સૌરાષ્ટ્ર વિસ્તારના કેટલાક જીલ્લાના કોળીઓ પણ હવે ઠાકોર અટક લખતા જોવા મળે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં આ ક્ષત્રિયો પોતાના બાપદાદાના કે ગામના નામ ઉપરથી પણ અટકો લખાવે છે. દા.ત. રભાતર, વિકાણી જે જેઓ મૂળ બનાસકાંઠાના ખીમાણાના પરમારો છે. જ્યારે ભટેશરીયા(ડાભી), ઝુજરવાડીયા, વિગેરે. રાજપૂતોમાં પણ કેટલાક ગામ કે બાપ અટક લખાવે છે. વડોદીયા,વગાસીયા, વાસદીયા વિગેરે. બનાસકાંઠાના ધાનેરા બાજુના કેટલાક પૂર્વે કોળી હતા જે હવે પોતાને ઠાકોર તરીકે ઓળખાવે છે. મહેસાણા જીલ્લાના વડનગર પંથકના મોટાભાગના દરબારો મૂળ ઠાકોર છે. પરંતુ પોતાને અસલી દરબાર તરીકે કહેવડાવે છે. કેટલાકને હવે ઠાકોર કહેવડાવવામાં ક્ષોભ અનુભવે છે. ઈ.સ. ૧૮૫૭ ના વિપ્લવ ના બળવા સમયે આ દરબારોને અંગ્રેજો અને ગાયક્વાડ સરકારે ઇતિહાસમાં કોળી ઠાકોર કે કોળી દરબાર તરીકે વર્ણવ્યા છે. પરંતુ ખરી હકીકત તો એ છે કે આ તમામ દરબારો કે ઠાકોરો પૂર્વકાળમાં રજપૂત હતા. પરંતુ કેટલીક નીતિ રીતિઓ, સગે ઉતરવાથી અને પોતાના ભાયાતોના દ્વેશ અને વર્ગ વિગ્રહને કારણે તથા અંગ્રેજો અને ગાયકવાડ સલ્તનતની દમનકારી નીતિઓ, વિસ્તાર વ્યવસ્થાપન અને વિસ્તાર વહેચણી ને કારણે કેટલાકને પદ્દ્ચ્યુત કરવામાં આવેલા છે. વડનગર અને વિજાપુર વિસ્તારના ચૌહાણો કે જે વડનગર આસપાસ પોતાને ઠાકોર તરીકે ઓળખાવે છે જ્યારે પોતાના અન્ય ભાયાતો કે જે વિજાપુર વિસ્તારમાં વસવાટ કરે છે જે પોતાને રાજપૂત તરીકે ઓળખાવે છે. સત્ય એ છે કે આ બન્ને વિસ્તારના ચૌહાણો રાજપૂતો જ છે, એ જ રીતે પરમાર, ડાભી, સોલંકી, ઝાલા-મકવાણા, વાઘેલા રાઠોડ વિગેર મૂળ તો ક્ષત્રિય રજપૂત કુળના છે. પરંતુ ભાગવાથી કે ભગાડવાથી કે પદ્દ્ચ્યુત થવાથી આવી ભેદ રેખા ઉપસ્થિત થવા લાગી હોય તેમ જણાય છે. બનસાકાંઠા કેટલાક પરમારો પોતાને રાજપૂત તરીકે ઓળખાવે છે જ્યારે પોતાના ભાઈઓ કે જે આશરે ૨૦૦ વર્ષ પહેલાં સળાંતરીત થઈ અન્ય જગ્યાએ વસવાટ કર્યો તેઓ હાલમાં ઠાકોર તરીકે ઓળખાય છે. વાસ્તવમાં આ બધા પરમારો ૨૦૦ વર્ષ પહેલાં એક જ કુંટુબી ભાયાતો છે. એ જ રીતે વિસનગર અને મહેસાણા વિસ્તારના કેટલાક ઝાલા –મકવાણા કે જેમના પૂર્વજો વર્ષો પહેલાં પાટડીથી સ્ળાંતરીત થઈને આવીને વસેલા છે. તેઓ અને હાલમાં પાટડી વિસ્તારના ઝાલાઓના પૂર્વજો એક જ છે. પરંતુ આ તમામ એક બીજાને અલગ અલગ માને છે. કેટલાક ઇતિહાસકારો(શંકુચિત મનોદશવાળા અને દ્વેશભાવવાળા) ઈતિહાસકારોએ નાં લખાણો સત્ય આધારિત નાં હોવાથી રજપૂત કુળોમાં ઘણી ગૂંચવણો સર્જવા પામી છે. તેઓને ઝાલાવાડના રાજપૂતો સાથે ભાયાતોનો સબંધ હોવા છતાં ઇતિહાસકારો મહીકાંઠા ના દેશી રાજ્યોના રાજપોતોને અસલી રાજપૂત માનતા નથી. વાસ્તવમાં કટોસણ ને તેની આસપાસના તમામ મકવાણા-ઝાલા ઝાલાવાડના રાજપૂતો સાથે સીધો સબન્ધ ધરાવે છે. એવા ઐતિહાસિક પૂરાવા છે. પણ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિને કારણે તેમજ ગુલામી માનસ ધરાવતા ઇતિહાસકારો એ પોતાની કલમને સાચી બતાવવા પ્રયાસ કર્યો હોય તેમ જણાઈ આવે છે. ઈડર તાલુકાના ચાંડપ વિસ્તારના ચૌહાણો મૂળે રજપૂત છે પરંતુ ૧૮૫૭ના વિપ્લવમાં અંગ્રેજો અને ગાયકવાડ સરકાર સામે તેમજ ઈડરના રાજા સામે મંડેઠીના ઠાકોર સૂરજમલ સાથે મળીને બંડ પોકારેલ. આના કારણે ચાંડપના આ ક્ષત્રિય ચૌહાણોને કોળી તરીકે ઇતિહાસમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. ચાંડપના નાથાજી અને તેમના તેમના ૨૦૦૦ સાથીઓએ ૧૮૫૭ના વિપ્લવમાં અંગ્રેજો, ગાયકવાડ અને ઈડરની સરકારનો સામનો કરેલો. આ વિશે આપણે વિગતવાર હવે પછી જોઇશુ. આજ રીતે ચરોતરના નિવાસી કે જેમણે સૌથી પહેલાં શહીદી વહોરી હતી એવા શહીદવીર શ્રી જીવાજી ઠાકોર કે જેમણે ૧૮૫૭ નાં મહાસંગ્રામમાં અંગ્રેજો સામે પ્રતિકાર કરવા પોતાની ૨૦૦૦ ક્ષત્રિય સૈનિકોની વિશાલ ફોજ બનાવી હતી. આ ફોજ સાથે એક સમયે આખા મહિકાંઠા વિસ્તારમાં જબરી ધાક જમાવી હતી. અંગ્રેજ અમલદારો જીવાજી ઠાકોરની હાકથી ધ્રુજી ઉઠતા. આ ફોજના નેર્તુત્વ લઈને જીવાજી સોલંકીએ અંગ્રેજોને હંફાવ્યા હતા. પરંતુ કમનસીબી એ થઇ કે જીવાજી અને એમના અંગ્રેજોની સાથેની અથડામણમાં ઝડપાઈ ગયા અને અને એમને તોપના નાળચે બાંધીને બહુ જ ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યા હતા. આ જ રીતે પોતાના ૨૦૦૦ સૈનિકો ને પણ ઘણી જ ખરાબ રીતે વડલાની વડવાઈઓ સાથે બાંધીને ફાસીએ ચડાવી દીધા હતા.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
✦ છત્રીસ રાજપૂત કૂળોથી વિકસેલી વર્તમાન શાખાઓ ✦ વિખૂટા પડ્યા, પરંતુ મૂળ એક — ક્ષત્રિય ગૌરવનો જયઘોષ માનનીય મહેમાનો, વંદનીય વડીલો, શૌર્યભર્યા ય...
-
દેસાઈ અટક નો ઈતિહાસ જય માતાજી તમામ સમાજ બંધુઓ ને. મિત્રો, ક્ષત્રિય સમાજની વિવિધ અટકો,પેટા અટકો અને પોતાના બાપદાદાના નામ ઉપરથી અટકો,...
-
Bhavansinh Thakur સમાજ મારો છે અને હું સમાજ માટે છુ. મારે સમ્માન નથી જોઈતું, મારે તો મારા સમાજને સમ્માન અપાવવું છે. ક્ષત્રિય જાતિઓ અને વસવ...
-
ઠાકોર યા ઠાકુર સંદર્ભ કહેવાય છે કે ભારત દેશમાં એકતામાં વિવિધતા અને વિવિધાતામાં એકતા જોવા મળે છે. આ સર્વથા સનાતન સત્ય છે. સાંસ્ક્રુતિક એક...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો